GSTV
Home » News » નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક 137 મીટરે, ઓવરફલોની તૈયારી

નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક 137 મીટરે, ઓવરફલોની તૈયારી

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણીની ધૂમ આવક થઇ છે. આ જોતાં નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક ૧૩૭ મિટર સુધી પહોંચી છે જેના કારણે ઘણાં વર્ષો બાદ એવુ થશે કે, નર્મદા ડેમ ઓવરફલો થશે. જોકે, પાણીની આવક જોતાં ડેમના ૨૩ દરવાજાં ખોલી દેવામાં આવ્યાં છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભરૂચ અને ગાંધીનગરમાં એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ૧૮મી સપ્ટેમ્બર સુધીમાં નર્મદા ડેમ છલોછલ ભરાઇ જશે તેમ છે. 

નર્મદા ડેમમાં જળસપાટી વધી રહી છે જેના કારણે આખાયે ગુજરાતની પાણીની સમસ્યા હલ થઇ છે. પીવાના પાણીની સાથે સાથે સિંચાઇનુ પાણી મળશે તેવી આશાએ ખેડૂતો ય રાજીના રેડ થયાં છે.છેલ્લા બે વર્ષ ચોમાસુ અત્યંત નબળુ રહ્યુ હતુ જેના કારણે ખેડૂતોને સિંચાઇનુ પાણી પણ આપી શકાયુ ન હતું. આ વખતે એવી પરિસ્થિતીનુ નિર્માણ થયુ છેકે, બે વર્ષ સુધી ગુજરાતને પાણીની સમસ્યા નહી રહે.

અત્યારે નર્મદા ડેમની જળસપાટી ધીરેધીરે વધી રહી છે. નર્મદા ડેમની જળસપાટી વધીને હવે ૧૩૭ મિટરે પહોંચી છે. હવે માત્ર એક જ મિટર બાકી રહ્યુ છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવકને જોતાં નર્મદા ડેમ આગામી ૧૮મી સપ્ટેમ્બર સુધીમાં ઓવરફલો થાય તેમ અધિકારિક સૂત્રોનુ કહેવુ છે. હાલમાં ડેમમાં ૧૦ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે જેના કારણે ૨૩ દરવાજા ખોલી દેવામાં આવ્યા  છે. ડેમમાં દર કલાકે ૯ સેમીનો વધારો થઇ રહ્યો છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. 

નદીના આસપાસના ગામડાઓમાંથી લોકોને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યુ છે. કેવડિયાના ગોરાબ્રિજ પર નર્મદા નદીના પાણી ફરી વળ્યંા છે જેના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. અંકલેશ્વરમાં ય ખેતરોમાં નદીનુ પાણી પ્રવેશ્યુ છે. ભરુચમાં ગોલ્ડનબ્રિજની જળસપાટી ભયજનક ૩૧ મિટરે પહોંચી છે. 

ઝઘડિયા,ભરુચ,અંકલેશ્વરમાં બે  હજાર કરતાં ય વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. હજુય હવામાન વિભાગે તો આગામી બે દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં આ વખતે ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે હવે ચોમાસુ અંતિમ તબક્કામાં છે. જોકે, સારા વરસાદની સાથે સાથે સાથે નર્મદા ડેમ ઓવરફલો થઇ જશે તો ગુજરાતમાં પાણીની કોઇ સમસ્યા નહી રહે. આ જોતાં રાજ્ય સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.

READ ALSO

Related posts

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari

ગુજરાત સરકાર 19 વર્ષ પછી, જુઓ નવા એરક્રાફ્ટમાં શું હશે ખાસિયતો

Dharika Jansari

યુવા ખેલાડીઓએ નિર્ભિકતા અને બેદરકારી વચ્ચેનો તફાવત સમજવો પડશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!