GSTV
Home » News » નમામિ દેવી નર્મદે : કારમી ગરમી વચ્ચે નર્મદા ડેમમાં 2100 કરોડ લિટર પાણી વધ્યું

નમામિ દેવી નર્મદે : કારમી ગરમી વચ્ચે નર્મદા ડેમમાં 2100 કરોડ લિટર પાણી વધ્યું

ભરઉનાળે હાશકારો થાય એવા સમાચાર આવ્યા છે. જી હા નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. મધ્યપ્રદેશમાંથી આવક ચાલુ હોવાથી ભરઉનાળામાં બે દિવસમાં નર્મદા ડેમમાં 2100 કરોડ લિટર પાણી વધ્યું છે. જો કે સાથે સાથે ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે, કારમી ગરમી વચ્ચે રાજ્યમાં 203 જળાશયોમાં માત્ર 25% જ પાણી છે તેમાં 93 ડેમ તો સાવ ખાલીખમ છે.

સમગ્ર રાજ્યના મોટાભાગના જળાશયો ખાલીખમ છે ત્યારે સરદાર સરોવરની સપાટીમાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે. 5 એપ્રિલે સરદાર સરોવરની સપાટી 119.38 મીટર અને પાણીનો જથ્થો 51 ટકા નોંધાયો છે. તારીખ ચાર અને પાંચ એપ્રિલે છેલ્લા બે દિવસમાં ડેમમાં 15 સે.મી. સપાટીમાં વધારો થયો છે અને 21 એમ.સી.એમ. એટલે કે 2100 કરોડ લિટર જથ્થામાં વધારો થયો છે.

READ ALSO

Related posts

શૂટિંગ ચેમ્પિયનશીપ: પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ જીત્યાં 4 મેડલ

Bansari

દર મહિને કરવા માંગો છો કમાણી, તો પોસ્ટ ઓફિલની આ સ્કીમમાં લગાવો પૈસા, ફાયદાનું છે રોકાણ

Mansi Patel

વડોદરામાંથી ચોમાસાની વિદાય થઈ પણ મગરોની નહીં, વધુ એક પકડાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!