GSTV

કચ્છમાં નર્મદા કેનાલમાં ગાબડુ : લાખ્ખો લીટર પાણી વેડફાયુ

કચ્છમાં ટપ્પર ડેમ નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડ્યુ છે. કેનાલનું ફ્લોરિંગ તૂટી જતાં લાખો લીટર પાણી વેડફાયું છે. એક તો નર્મદા ડેમમાં જળ સપાટી ઘટી રહી છે. ટપ્પર ડેમ ખાલીખમ થતાં રાજ્ય સરકારે આ ડેમ ભરવાનો નિર્ણય કર્યો હતો. જે પૂરો ભરાય તે પહેલા જ કેનાલનું ફ્લોરિંગ તૂટી ગયું. ત્યારે પાણીની અછત વચ્ચે તંત્રના વાંકે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. થોડા જ પાણીમાં ફ્લોરિંગ તૂટી પડતાં કામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. અને હવે ટપ્પર ડેમ ક્યારે ભરાશે તેવો પણ સવાલ થઈ રહ્યો છે. છેક નર્મદા ડેમથી કેનાલ મારફતે કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડાય છે. ત્યારે કેનાલનું ફ્લોરિંગ તૂટી જતાં પાણી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.

 

Related posts

કચરો વીણતી મહિલાઓની વ્હારે આવ્યો આ બોલીવુડ સ્ટાર, પત્ની સાથે મળીને કર્યુ આ પ્રશંસનીય કામ

Bansari

લોકડાઉનમાં ઘરે શક્ય ન બનતાં પતિ પત્નીને કારમાં લઇ પહોંચ્યો એક કોમ્પલેક્સના પાર્કિંગમાં, કઢંગી હાલતમાં હતા અને પોલીસ પહોંચી

Karan

લોકોના હાથે લોકો દ્વારા સેવા, કોરોનાના ફફડાટ વચ્ચે જમાલપુરના આ યુવાનના આઈડિયાએ ઘણાંની ભૂખ ઠારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!