GSTV
Home » News » રાજકારણથી દૂર રહેવની વાતો કરનાર નરેશ પટેલે માર્યો યુ ટર્ન, ઈશારામાં કહ્યું કે ઉભવાની ઈચ્છા છે

રાજકારણથી દૂર રહેવની વાતો કરનાર નરેશ પટેલે માર્યો યુ ટર્ન, ઈશારામાં કહ્યું કે ઉભવાની ઈચ્છા છે

ધોરાજીમાં ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમમાં તેઓ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાયા હતા. અને રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા નરેશ પટેલનો ચૂંટણીના આ માહોલમાં યુ ટર્ન જોવા મળ્યો હતો. મંચ પરથી તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઇક આપણા સમાજનો ભાવ પૂછશે.

રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય તે કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. એટલે હું યુવા સમિતિને વિનંતી કરૂ છું કે જે સક્ષમ હોય એ રાજકારણમાં આગળ વધે. જો સમાજ રાજકીય રીતે સંગઠિત થશે તો જ આપણને કોઈ પૂછવા આવશે. નરેશ પટેલે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ લેઉવા પટેલ સમાજને રાજકીય ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે હાંકલ કરી હતી અને તો જ સમાજની આવનારી ચૂંટણીમાં નોંધ લેવાશે તેમ જણાવી લોકોને જાગૃત કર્યા હતા.

READ ALSO

Related posts

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar

બોલિવૂડની આ હિરોઈનનો બોયફ્રેન્ડ સાથે લીપલોક કરતો વીડિયો વાયરલ, જાણો કોણ છે

Nilesh Jethva

મગફળી બાદ તુવેર કૌભાંડની આશંકા, વીડિયો વાયરલ થતા સરકારની ઉંઘ હરામ

Riyaz Parmar