જામનગરમાં આજથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરૂણ પટેલ અને અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર થયા હતા. ઉપરાંત તેઓ આર.સી.ફળદુ તેમજ ભુપેન્દ્ર ચુડાસમા સાથે પણ મુલાકાત કરી.

કોંગ્રેસમાં જોડાવવાની અટકળો વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે ભાજપના ટોચના નેતાઓ સાથે જોવા મળ્યા. જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાની ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ ભાજપના ટોચના નેતાઓ સાથે જોવા મળ્યા. નરેશ પટેલ, વરૂણ પટેલ અને અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર થયા. તો આર.સી.ફળદુ તેમજ ભુપેન્દ્ર ચુડાસમા સાથે પણ તેઓ જોવા મળ્યા. ઉપરાંત તેમણે ફરી એક વખત પ્રશાંત કિશોરને લઇને નિવેદન આપ્યું. નરેશ પટેલે જણાવ્યું કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ન જોડાયા તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. હું એક સામાજિક કાર્યકર્તા છું. આથી રાજનીતિમાં જોડાવા અનેક સમીકરણો ધ્યાનમાં લેવા પડે છે. હું રાજકારણમાં આવીશ તો એ પક્ષ સાથે જોડાઇશ કે જે સમાજ અને લોકો માટે કામ કરશે.
જામનગરમાં આજથી એટેલે 1લી મેથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરૂણ પટેલ , અલ્પેશ ઠાકોર, આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા ભાજપના ટોચના નેતાઓ જોવા મળ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- 39 વર્ષની ઉંમરે Dale Steynએ અનોખો કારનામું કર્યું, ક્રિકેટબોલ નહીં પરંતુ આ સ્ટંટમાં અજમાવ્યો પોતાનો હાથ: વીડિયો જોઈને ચોંકી જશો
- મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી
- Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો