GSTV
India News ટોપ સ્ટોરી

ખાસ વાત! નરેશ પટેલના રાજકીય પ્રવેશની ચર્ચાઓ વચ્ચે ખોડલધામની કારોબારી બેઠક થઈ અચાનક રદ્દ

નરેશ

ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. આ વચ્ચે ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશની ચર્ચાઓ વચ્ચે ખોડલધામમાં યોજાનારી કારોબારી બેઠક અચાનક રદ્દ કરવામાં આવી છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ બેઠક રદ્દ કરવાની જાહેરાત કરી છે.

નરેશ પટેલ

તેમણે કહ્યું કે ભાવનગર, અમદાવાદ અને જૂનાગઢના ટ્રસ્ટીઓ હાજર ન રહેતા બેઠક રદ્દ કરાઇ છે. હવે આગામી 27 તારીખે બેઠક મળશે. જેમાં મહાસભાના આયોજન મુદ્દે ચર્ચા થશે. રમેશ ટીલાળાએ જણાવ્યું કે સર્વેમાં નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ ન કરવો તેવો પ્રતિભાવ આવ્યો છે. જો કે સર્વે પૂર્ણ થયા બાદ આ મુદ્દે અંતિમ નિર્ણય નરેશ પટેલ લેશે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને રાજનીતિ ગરમાઇ છે… ત્યારે ખોડલધામની પોલિટિકલ સમિતિના સર્વેની કામગીરી અંત તરફ છે… નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઇએ તેવો મહત્તમ સૂર સર્વેમાં ઉઠ્યો છે… એપ્રિલના અંત સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે તેમ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે… મહત્વનું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો પ્રબળ બની રહી છે… જો કે કોંગ્રેસ ઉપરાંત ભાજપ અને આમ આદમી પાર્ટી એમ તમામ પક્ષોએ નરેશ પટેલને પક્ષમાં જોડાવા આમંત્રણ આપ્યું છે… જો કે તાજેતરમાં દિલ્હીની મુલાકાત લીધા બાદ નરેશ પટેલે પોતે આ મુદ્દે 15 મે સુધીમાં જાહેરાત કરશે તેમ જણાવ્યું છે.

READ ALSO

Related posts

આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?

Nakulsinh Gohil

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા

Nakulsinh Gohil
GSTV