GSTV
Home » News » 2 મહિનાથી જેલમાં બંધ અલ્પેશ કથિરિયાના પરિવારને મળવા સુરત પહોંચ્યા નરેશ પટેલ

2 મહિનાથી જેલમાં બંધ અલ્પેશ કથિરિયાના પરિવારને મળવા સુરત પહોંચ્યા નરેશ પટેલ

ખોડલધામના ટ્રસ્ટીઓ અને વડા નરેશ પટેલ સુરત અલ્પેશ કથિરિયાના ઘરે પહોંચ્યાં છે. સુરતમાં અલ્પેશના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયા સાબરમતિ જેલમાં બે મહીનાથી બંધ છે. અલ્પેશ કથિરિયાને જેલમુક્ત કરવા સરકારને રજૂઆત પણ કરાઇ છે. અલ્પેશ કથિરિયાને છોડવવા માટે હાર્દિક સહિત પાટીદાર અગ્રણીઅો પ્રયાસ કરી રહ્યાં છે. અલ્પેશને પોલીસે રાજદ્રોહના કેસમાં જેલમાં મોકલી અાપ્યો છે.

અલ્પેશે જામીન અરજી મૂકી હોવા છતાં તેના જામીન મળી રહ્યા નથી. હાલમાં પાટીદાર અગ્રણીઅોની મધ્યસ્થીથી અાંદોલન શાંત થઈ ગયું છે પણ અલ્પેશ કથિરિયા હજુ જેલમાં છે. હાર્દિક પટેલ પણ અા બાબતે પ્રયાસો કરી રહ્યો છે.  અાજે ખોડલધામના ટ્રસ્ટીઅો અને વડા નરેશ પટેલે અેકાઅેક સુરતમાં અલ્પેશના પરિવારજનોની મુલાકાત કરી છે અને તેમને સાંત્વના અાપી છે. પાટીદારોને અનામત મળે માટે લડાઈ લડનાર અલ્પેશ કથિરિયા છેલ્લાં 2 મહિનાથી જેલમાં છે.  અા દરમિયાન દિનેશ બાંભણિયા પણ હાજર રહ્યાં હતા.

Related posts

‘એને એક દીકરી સાથે કેમ વાત કરવી તેનું ભાન નથી’ એક નેતાને લીધે મહિલાએ હાથની નસ કાપી નાખી

Mayur

ચોરને મકાન માલિકે સીડીઓમાં જ પકડ્યો તેણે એવું બહાનું કાઢ્યું કે તેને જવા દીધો, ઘરે પહોંચીને જોયું તો…

Arohi

બાળકી દુકાનમાં વેફર લેવા ગઈ તો ઢગાએ એવું કર્યું કે તમે એકલા બાળકોને કોઈ દિવસ નહીં મોકલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!