GSTV
Home » News » નરેશ પટેલ અને પરેશ ધાનાણીએ કરી બંધ બારણે બેઠક, કૉંગ્રેસ ભાજપ સામે મોટો દાવ રમવાના મુડમાં

નરેશ પટેલ અને પરેશ ધાનાણીએ કરી બંધ બારણે બેઠક, કૉંગ્રેસ ભાજપ સામે મોટો દાવ રમવાના મુડમાં

લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે. એક વાત સામે આવી છે કે નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ વાત બહાર આવ્યા બાદ પુત્રને લડાવવાની ચર્ચા તેજ બની છે. કોંગ્રેસ નરેશભાઈનાં પુત્રને મેદાનમાં ઉતારે તેવા તર્ક વિતર્ક સાથેની વાત ખોડલધામમાં પણ ચર્ચાઈ રહી છે.

જો શિવરાજ પટેલ મેદાનમાં ઉતરે તો સૌરાષ્ટ્રની અન્ય સીટો પર પણ ફાયદો મળે તેવું કોંગ્રેસનું ગણિત છે. એટલે કે હવે કોંગ્રેસ પણ ભાજપ સામે દાવ ખેલવાના મુડમાં છે. પરંતુ આ તમામ સમીકરણો સાર્થક થવાનો આધાર નરેશભાઇ શું જવાબ આપે છે. તેના પર છે. આમ તો રાજકોટ બેઠક ભાજપની સુરક્ષિત સીટ ગણાય છે. વિધાનસભાની ચૂંટણીમાં શિવરાજ કોંગ્રેસના ઉમેદવાર સાથે ફર્યા હતાં અને સપોર્ટ આપ્યો હતો છતાં પોઝિટિવ રિઝલ્ટ મળ્યું ન હતું એ સંજોગોમાં શિવરાજ પર દાવ લડાવવા નરેશ પટેલ પોતે પણ સંમત થશે કે કેમ તે એક સવાલ છે.

રાજકોટ બેઠક પર લેઉવા પાટીદાર મતદારો બમણા જેવા હોવાથી ભાજપ કોંગ્રેસ બંને લેઉવા પાટીદાર સમાજનું મોટું માથુ ઉતારવાની વેતરણમાં છે. શિવરાજના કહેવા મુજબ આવી વાતો ચાલી રહી છે પરંતુ આ બધી વાત વચ્ચે ભાઈજી એટલે કે મોટાબાપુ રમેશભાઈ તથા પરિવારના સભ્યોની સહમતિ અને પરિવારનો નિર્ણય જ આખરી નિર્ણય રહેશે.

READ ALSO

Related posts

જ્યારે ઘણી યોજનાઓ શક્ય છે, 370 પણ શક્ય છે

Path Shah

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar