GSTV

ગુજરાતી સિનેમાના ‘રજનીકાંત’ નરેશ કનોડિયાની તબિયત લથડી, વેન્ટિલેટર પર ખસેડાયા, થઈ રહી છે પ્રાર્થનાઓ

ગુજરાતમાં કોરોનાના રોજ 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અનેક નેતા અને અભિનેતા તેની ઝપેટમાં આવ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયા પણ તેની ઝપેટમાં આવ્યા હતા. જેની સારવાર હાલમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે.

નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી

તો બીજી તરફ યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહ્યા છે. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. સંતાનમાં તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે.

સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું

નરેશ કનોડિયા કોરોના પોઝીટીવ આવ્યાં ત્યારે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે પાપાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો ત્યાર બાદ સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇને તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા પ્રતિક ગાંધી, જયશ્રી પરીખ, કિરણ કુમારને પણ કોરોના થયો હતો. આ બધા કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

1943માં કનોડા ગામમાં થયો હતો નરેશ કનોડિયાનો જન્મ

નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943નાં રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.

This image has an empty alt attribute; its file name is NARESH-1024x683.jpg

125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે

નરેશ કનોડિયા 125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમા હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો દરમિયાન ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

READ ALSO

Related posts

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva

રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગવાના મેસેજ થયા વાયરલ, જાણો શું કહ્યું અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!