GSTV
Home » News » કોંગ્રેસના નરેન્દ્ર રાઠીએ તસ્વીર શેર કરતા કર્યો દાવો, સપના ચૌધરીએ મારી સમક્ષ જ સભ્યપદ મેળવ્યું

કોંગ્રેસના નરેન્દ્ર રાઠીએ તસ્વીર શેર કરતા કર્યો દાવો, સપના ચૌધરીએ મારી સમક્ષ જ સભ્યપદ મેળવ્યું

હરિયાણાની લોકગાયક અને બિગબોસ ફેમ સપના ચૌધરીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલોનું ખંડન કર્યું. ત્યારે હવે સમગ્ર મામલે નવો જ વળાંક આવ્યો છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાઠીએ દાવોએ કર્યો છે કે સપના ચૌધરી અને તેની બહેને મારી સમક્ષ જ કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું હતું. નરેન્દ્ર રાઠીએ સપના ચૌધરી ફોર્મ ભરતી હોય તેવો ફોટો પણ જાહેર કર્યો છે.

તેમજ સપના ચૌધરીના નામનું ભરાયેલુ ફોર્મ પણ જાહેર કર્યું છે. આ પહેલા યુપી કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બરે પણ શનિવાર રાત્રે ટ્વિટ કરીને તે વાતની પુષ્ટી કરી હતી કે સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે હજુ સુધી તે જાણી શકાયું નથી કે સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થવાનો ઇન્કાર શા માટે કરી રહી છે.

Read Also

Related posts

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!