GSTV
Home » News » મોદી સરકારની ગુજરાતને ફરી થપ્પડ, કૃષિક્ષેત્રની વાહવાહીમાં ખેડૂતોને અન્યાય કરતી સરકાર

મોદી સરકારની ગુજરાતને ફરી થપ્પડ, કૃષિક્ષેત્રની વાહવાહીમાં ખેડૂતોને અન્યાય કરતી સરકાર

એક સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રના અનેક મંત્રીઓ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે મોસાળમાં જમણ અને મા પીરસનાર એટલે કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાથી ગુજરાતને કેન્દ્ર સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળશે.

સાત રાજયોમાં પૂર અને અછત માટે 7,200 રાહત પેકેજ જાહેર કર્યું

પરંતુ અવારનવાર ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. એ પ્રકારના આક્ષેપો કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા વારંવાર કરાયા છે. આજે કેન્દ્ર સરકારે દેશના સાત રાજયોમાં પૂર અને અછત માટે 7,200 રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં સૌથી વધારે રકમ 4700 કરોડથી વધુ માત્ર મહારાષ્ટ્રમાં જ અપાઈ છે. ગુજરાતમાં 76 ટકા વરસાદ વરસ્યો હોવા છતાં રૂપાણી સરકારે ગુજરાત સરકારની બદનામી ન થાય માટે માત્ર 51 તાલુકાઓને જ અસરગ્રસ્ત જાહેર કરવાની નીતિ અપનાવતાં સૌથી મોટી અસર કેન્દ્રના બજેટમાંથી પડી છે. આ નિષ્ફળતા એ મોદી સરકારની નહીં પણ રૂપાણી સરકારની છે. ગુજરાતમાં ખેડૂતોનું વાસ્તવિક ચિત્ર દબાવવા માટે સરકાર ફુલ ગુલાબી ચિત્ર ઉભું કરી રહી છે જેની સૌથી મોટી અસર ખેડૂતોને થઈ રહી છે. આ વર્ષે ખેડૂતોને ભારે નુક્સાન છતાં ખેડૂતોને અછતનું ચૂકવણું દેશભરમાં સૌથી ઓછું થશે. ખેડૂતો મામલે રૂપાણી સરકાર આમ પણ અન્યાય કારી વલણ અપનાવી રહી છે. રૂપાણી સરકાર પોતાની છબી ન બગાડવાના પ્રયાસમાં ખેડૂતોને ન્યાય આપી શકી નથી.

ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારો માટે ફક્ત 127 કરોડની સહાય

જ્યારે ગુજરાતને કુલ રકમના માત્ર બે ટકા રકમ એટલે કે 128 કરોડ આપ્યા છે. જ્યારે કર્ણાટકને 950 કરોડ આંધ્ર પ્રદેશને 900 કરોડ ઉત્તરપ્રદેશને 192 કરોડ હિમાચલ પ્રદેશને 316 કરોડ તથા 3 કરોડની રકમ ચૂકવાઈ છે. કેન્દ્રના નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ દ્વારા આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત કરાઈ છે આમ આટલી ઓછી રકમ ચૂકવીને કેન્દ્ર સરકારે ગુજરાતને એક થપ્પડ મારી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારો માટે ફક્ત 127 કરોડની સહાય ફાળવતા કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે રાજ્યમાં ખેડૂતો અને સામાન્ય લોકોની પરિસ્થિતિ દયનીય છે. ગુજરાતી વડાપ્રધાનનો લાભ ગુજરાતને જ નથી મળ્યો.

7 રાજ્યોમાં ખેડૂતો માટે અછતની જાહેરાત થઈ

સામાન્ય બજેટ પહેલા મોદી સરકારે છ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં અછત માટેની જાહેરાત કરી છે. મોદી સરકારે અછતગ્રસ્ત ગુજરાતને 1ર૭.૬૦ કરોડ, આંધ્ર પ્રદેશને 900.૪ કરોડ, કર્ણાટકને 9૪૯.૪૯ કરોડ અને મહારાષ્ટ્રને 4 હજાર 7૧૪.ર૮ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. તો યુપીને ૧૯૧.૭૩ કરોડ અને હિમાચલ પ્રદેશને ૩૧૭.૪૪ કરોડની સહાયની જાહેરાત કરાઇ છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ અછતગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત મળવાની છે. ગત્ત દિવસે કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓએ અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી. જે બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે સરકારે સહાયની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતને મજાક અને અન્યાય ગણાવી

ગુજરાતને માત્ર ૧ર૭.૬૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવતા રાજ્યમાં તેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનના આગેવાનોએ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતને મજાક અને અન્યાય ગણાવી છે. આ મામલે પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકારે મનફાવે તેવી રીતે જાહેરાત કરી છે. રાજ્યમાં અનેક ખેડૂતો અછતગ્રસ્તની સ્થિતિ સામે ઝઝુમી રહ્યા છે. કેન્દ્ર સરકારે કહેવા પુરતી જાહેરાત કરીને ખેડૂતો સાથે મજાક કરી છે.

Related posts

IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

Bansari

લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાત ભાજપના એક નેતાનું સેક્સ કૌભાંડ છતુ થયું

Alpesh karena

રિલીઝના બીજા જ દિવસે કલંકનો બોક્સઓફિસ પર ફટાકીયો થઈ ગયો

Mayur