GSTV
Home » News » મોદી શિરડી પહોંચ્યા, પોલીસે હોબાળો થવાના ડરે તૃપ્તી દેસાઈની કરી અટકાયત

મોદી શિરડી પહોંચ્યા, પોલીસે હોબાળો થવાના ડરે તૃપ્તી દેસાઈની કરી અટકાયત

સાઈંબાબાની સમાધિના એકસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે શિરડીમાં ત્રણ દિવસીય શતાબ્દી સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઈંબાબાની એકસોમી સાધિ વર્ષના સમાપન સમારંભમાં સામેલ થવા માટે શિરડી ખાતે પહોંચી ચુક્યા છે. ઓક્ટોબર-1918માં સાઈંબાબાએ દશેરાના દિવસે શિરડીમાં સમાધિ લીધી હતી. ત્યારથી દર વર્ષે દશેરાના દિવસે શિરડીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે દશ વાગ્યે શિરડી એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટથી તેઓ સાઈંમંદિર પહોંચ્યા છે. મોદીને મળવા માટે જીદે ચડેલા તૃપ્તી દેસાઈની પોલીસે અટકાયત કરી છે.

વડાપ્રધાન મોદી શિરડી ખાતે સાઈંમંદિરમાં આરતી અને પૂજા-અર્ચના પણ કરવાના છે. સવારે અગિયાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાસ્થળે પહોંચીને સાઈંબાબા સમાધિ શતાબ્દિ વર્ષના કાર્યક્રમના સમાપનનું એલાન કરીને ધ્વજ ઉતારશે. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન પણ કરવાન છે. તેઓ બપોરે સાડા બાર વાગ્યે દિલ્હી પાછા ફરવાના છે. શિરડીમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સાઈંભક્તોને જોતા સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

તૃપ્તી દેસાઈનો હોબાળો કરાઈ અટકાયત

– મોદી શિરડી પહોંચે તે પહેલાં મહિલા અધિકાર કાર્યકર્તા તૃપ્તી દેસાઈ શિરડી પહોંચી હતી.
– જો કે પોલીસે તૃપ્તી દેસાઈની અટકાયત કરી છે. તેઓએ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોલીસને ચિઠ્ઠી લખી ધમકી આપી હતી કે જો તેઓને વડાપ્રધાન સાથે નહીં મળવા દેવાય તો તેમનો કાફલો રોકી દેશે.
– તૃપ્તી દેસાઈ શિંગણાપુરના શનિ મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળો પર મહિલાઓને હક અપાવવા માટે આંદોલન કરી ચુકી છે.

Related posts

કોહિનૂર ઈમારત કેસ મામલે કલમ 144 લાગુ, રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ

Mayur

Viral Video: નહી જોયો હોય આવો દુર્લભ સાપ, હવામાં ઉડીને કરે છે શિકાર

Bansari

અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર પાંચ સેક્ટરમાં રાહત આપશે, કરાયો આ નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!