GSTV
Home » News » કાશીથી પ્રધાનમંત્રીનું કાર્યકર્તાઓને સંબંધોન, ‘આ વખતે અંક ગણિતને કેમેસ્ટ્રીએ પરાજીત કર્યુ છે’

કાશીથી પ્રધાનમંત્રીનું કાર્યકર્તાઓને સંબંધોન, ‘આ વખતે અંક ગણિતને કેમેસ્ટ્રીએ પરાજીત કર્યુ છે’

લોકસભા ચૂંટણીના પ્રચંડ પરિણામ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના સંસદિય વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. નરેન્દ્ર મોદી વારાણસીથી ફરી એક વખત પ્રચંડ બહુમતી સાથે સાંસદ બન્યા છે. ત્યારે આજે પોતાના સાંસદને આવકારવા માટે વારાણસીવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરશે. પીએમ મોદી વારાણસીમાં જનતા અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં હર હર મહાદેવનો ઉદ્ધોષ કર્યો હતો. તેમણે કાર્યકરોને સંબંધોન કરતા કહ્યું હતું કે, હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોવાના નાતે પાર્ટી અને કાર્યકર્તા જે આદેશ કરે છે તેનું પાલન કરવાનો હું પ્રયાસ કરું છું. તેમણે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરી તેમની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે દેશે મને પ્રધાનમંત્રી બનાવ્યો પણ તમારા માટે હું કાર્યકર છું.

તેમણે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓની મહેનત અને ભગવાન કેદારનાથ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કોઈ જ એવો ઉમેદવાર નિશ્ચિત હોય છે, એ નિશ્ચિતતાનું કારણ મોદી નહીં તમે હતા. મતદાન દરમ્યાન અને પરિણામ સમયે પણ નિશ્ચિત હતો અને એટલે જ કેદારનાથનાં ચરણોમાં ગયો હતો.

તેમણે કાશીમાં ઉભેલા અન્ય ઉમેદવારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં અલગ અલગ દળો મેદાનમાં હતા, આ ચૂંટણીમાં નિર્દલીય દળો મેદાનમાં હતા, હું તેમનો પણ આભાર માનું છું કે, તેમણે પણ ચૂંટણી અભિયાનને આગળ ધપાવ્યો હતો. સાથે જ તેમણે મીડિયા જગતના કર્મીઓનો પણ હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

તેમણે કાર્યકર્તાની વાત મુકતા કહ્યું કે, નામાંકન તો મારું થયું હતું, પણ મેં નક્કી કર્યું કે ઘર ઘરથી દરેક મોદી ચૂંટણી લડશે. અને તમે સૌ નરેન્દ્ર મોદી બની ગયા. અને ચૂંટણી અભિયાનને ચલાવ્યું. તેમણે દિકરીઓ દ્રારા નીકાળવામાં આવેલી સ્કૂટીયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને તેમની કામગીરીને બિરદાવી હતી તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર પણ આ વાતની ચર્ચાઓ છે.

તેમણે પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશની વાત મુકતા કહ્યું હતું કે, આજે ભલે હું કાશીથી બોલી રહ્યો છું પણ પૂરૂ ઉત્તર પ્રદેશ અનેક અનેક અભિનંદનને પાત્ર છે. આજે ઉત્તર પ્રદેશ દેશની રાજનીતિને દિશા દઈ રહ્યું છું. આજે ઉત્તર પ્રદેશ સ્વસ્થ લોકતંત્રની નીવને મજબૂત કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશે લોકતંત્રની તમામ દિવાલો તોડીને દેશને એક દિશા અને તાકાત આપી. પણ 2014, 2017 અને 2019 હોય આ હેટ્રીક નાની નથી. આ તાત્કાલિક લેવામાં આવેલા નિર્ણય નથી. તેમણે નીતિ અને રણનીતિની વ્યાખ્યા આપતા કહ્યું કે, સરકાર નીતિ બનાવે છે નીતિ પર ચલાવે છે સંગઠન રણનીતિ બનાવે છે.

READ ALSO

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!