GSTV
Home » News » શું ખરેખર 1988માં મોદીએ વાપર્યું હતું Email અને ડિઝિટલ કેમેરા? સોશિયલ મીડિયામાં ચાલી રહી છે ચર્ચા

શું ખરેખર 1988માં મોદીએ વાપર્યું હતું Email અને ડિઝિટલ કેમેરા? સોશિયલ મીડિયામાં ચાલી રહી છે ચર્ચા

સૌથી પહેલો ઇમેલ કોણે કર્યો હતો, કેવી રીતે કર્યો હતો, એવા સવાલો આજ-કાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. પીએમ મોદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે 1988માં ડિઝિટલ કેમેરાથી ફોટો પાડી તેને ઇમેલ કર્યો હતો. મોદીના આ દાવો આજ-કાલ ચર્ચામાં છે.

માત્ર સોશિયલ મીડિયા જ નહીં, રાજકિય પાર્ટીઓમાં પણ આ બાબતે ચર્ચા ચાલે છે. કોંગ્રેસના આઈટી સેલના પ્રમુખ સ્પંદનાએ પણ પીએમના આ નિવેદન પર ટિપ્પણી કરી છે કે, 1988માં મોદીનું ઇમેલ આઇડી શું હતું? મને લાગે છે dud@lol.com હશે.

એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કદાચ મેં પહેલોવાર 1987-1988માં ડિઝિટલ કેમેરા વાપર્યો હતો અને તે સમયે બહુ ઓછા લોકો પાસે ઇમેલ હોતું હતું. મારા વિસ્તારમાં વિરમગામમાં અડવાણીની સભા હતી, મેં તેના ફોટા ડિઝિટલ કેમેરામાં પાડ્યા હતા અને દિલ્હી ટ્રાન્સમિટ કર્યા હતા. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે.

આ બાબતે બુદ્ધિજીવીઓ સોશિયલ મીડિયામાં ચર્ચા કરી રહ્યા છે. ઇકોનોમિસ્ટ રૂપા સુબ્રમણ્યાએ લખ્યું છે કે, 1988માં પશ્ચિમી દેશોમાં પણ કેટલાક વૈજ્ઞાનિકો પાસે જ ઇમેલ હતા, પરંતુ મોદીએ 1988માં હિંદુસ્તાનમાં તેનો ઉપયોગ કરી લીધો હતો, જ્યારે બીજા દેશોમાં તેનો ઉપયોગ 1995થી શરૂ થયો હતો.

AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, મોદી પાસે પર્સ નહોંતુ, કારણકે પૈસા જ નહોંતા, પરંતુ 1988માં ઇમેલ અને ડિઝિટલ કેમેરા હતા.

આ વાયરલ વિડીયોન જવાબમાં શાહિદ અખ્તરે લખ્યું છે કે, પહેલો ડિઝિટલ કેમેરા 1990માં માર્કેટમાં આવ્યો હતો, પરંતુ મોદી પાસે 1988માં જ હતો. આ સિવાય ભારતમાં ઇન્ટરનેટ 14 ઑગષ્ટ, 1995ના રોજ આવ્યું હતું.

વાદળ અને રડાર પર છેડાઇ ચર્ચા

આ જ ઇન્ટરવ્યૂ દરમિયાન વાદળ અને રડાર અંગે આપેલા નિવેદનથી પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે વિવાદ થવાથી ભારતીય જનતા પાર્ટીએ આ ટ્વીટ કાઢી નાખ્યું છે. બાલાકોટ એરસ્ટ્રાઇક બાબતે વડાપ્રધાને કહ્યું હતું કે, એ દિવસે વાતાવરણ સારું નહોંતું. વિશેષકોનું માનવું હતું કે, એર સ્ટ્રાઇક બીજા દિવસે કરવી જોઇએ, પરંતુ મે સલાહ આપી હતી કે, આ વાદળ જ આપણી મદદ કરશે. વાદળના કારણે એરફોર્સનાં વિમાન રડારની નજરમાં નહીં આવે.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!