GSTV

ઈમરાનને શપથમાં આમંત્રણ નહીં, પાકિસ્તાનમાં ઉઠ્યા સવાલ – ક્યાં સુધી સહન કરીશું અપમાન

Last Updated on May 30, 2019 by

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકસભા ચુંટણીમાં જીત પછી શુભેચ્છા આપનાર નેતાઓમાં ઈમરાન ખાન પણ હતા. પરંતુ તેમ છતાં તેમને મોદીના શપથ ગ્રહણ સમારોહમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ. આ વખતે બિમ્સટેક દેશોને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

છેલ્લી વખત મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના પુર્વ પ્રઘાનમંત્રી નવાજ શરીફે ભાગ લીધો હતો પરંતુ આ વખતે ઈમરાન ખાનને ન બોલાવતા પાકિસ્તાની મીડિયામાં તેના પર ખુબ જ ચર્ચા થઈ રહી છે. આ વિશે ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન નામના પાકિસ્તાની છાપાએ મોટો લેખ છાપ્યો છે.

પાકિસ્તાની છાપાએ લેખ લખ્યો હતો કે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા પાછળ ભારતની રાજનીતી જ કારણ છે. ચૂંટણી દરમિયાન મોદી પાકિસ્તાનને ખરાબ કહેતા રહ્યાં. તેમનુ સર્જીકલ સ્ટ્રાઈકનું નાટક એ ભારતિયો પર કામ કરી ગયુ જે તેમના કામથી ખુશ ન હતા.

આ છાપાએ કેટલાંક સવાલો પુછતા લખ્યું કે પાકિસ્તાનની શાંતિ વાર્તાની ઈચ્છા પર જવાબ આપશે. શાંતિની ઈચ્છામાં અમે ક્યાં સુધી વિનમ્ર થઈને ભારતના ખરાબ વ્યવ્હારની અવગણના કરીશું. સૌથી ખાસ વાત એ કે મોદી ક્યારેય શાંતિ બાબતે ગંભીર થશે કારણ કે તેમને અમારી અર્થવ્યવસ્થા અને આંતરિક સુરક્ષાની વધતી ચુનોતીઓનો અંદાજો છે.

પાકિસ્તાની ચેનલે ડીબેટ દરમિયાન વિશ્લેષકે જણાવ્યું કે મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ન જાય તો કોઈ ફરક પડશે નહીં કેમકે વાતચિત તો થશે નહીં. હા જો વાતચીત માટે અલગથી બોલાવે તો કોઈ ફરક પડી શકે છે. આ પહેલા પાકિસ્તાનના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ કરતા બંને દેશો વચ્ચે સમસ્યાઓના સમાધાન માટે બેઠક કરવામાં આવે.  

વધુમાં એવી ચર્ચા ચાલી કે જ્યારે પુર્વ પીએમ મનમોહન સિંહને નવાજ શરીફે બોલાવ્યા તો તેઓ આવ્યા ન હતા પરંતુ જ્યારે મનમોહન સિંહને નવાજ શરીફે બોલાવ્યા તો તેઓ ભાગ્યા ભાગ્યા જતા રહ્યાં. મોદીની ઈચ્છા છે કે તે પાકિસ્તાનને દબાવમાં રાખે.

READ ALSO

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!