GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

નર્મદાનું પાણી એ માત્ર પાણી નથી પારસ છે, મારું સૌભાગ્ય કે મને મા ના દર્શન અને પૂજાનો લાભ મળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાનો જન્મદિવસ મનાવ્યા બાદ નર્મદા મુદ્દે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે ઉપસ્થિત તમામ લોકોને નર્મદે સર્વદે કહી સંબોધન કર્યા બાદ ગુજરાતી ભાષામાં લોકોને પૂછ્યું હતું કે, કેમ છો ?

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ મંચ પર બેસતી વખતે મને જૂની યાદો યાદ આવી ગઈ હતી. આ સમયે જ મને ફોટોગ્રાફીની આદત થઈ હતી. જે વળગણ બાદમાં છૂટી ગયું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સારું હોત કે આજે મારા હાથમાં કેમેરો હોત. તેમણે મંચની જગ્યાના વખાણ કરતા કહ્યું હતું કે, ઉપર જળ સાગર છે અને પાછળ જનસાગર છે.

આજે નર્મદાનો લાભ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત આમ ચાર રાજ્યોને આ યોજનાનો લાભ મળ્યો છે. તેમણે કેવડિયાના તમામ પ્રોજેક્ટ વિશે કહ્યું કે, તમામ જગ્યાઓ સાથે જોડાયેલી ખૂબ સારી વ્યવસ્થા છે. જેની વચ્ચે સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમા આશિર્વાદ આપી રહી છે. તેમણે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિને પણ યાદ કરી હતી.

તેમણે સરદાર સરોવર યોજના સાથે જોડાયેલા લાખો લોકોનું અભિવાદન કરતા કહ્યું હતું કે, આજની સ્થિતિ સુધી પહોંચવા માટે લાખો લોકોનું યોગદાન રહ્યું છે. સાધુ સંતોની ભૂમિકા રહી છે. સામાજીક સંગઠનોનું યોગદાન રહ્યું છે. આજે લાખો લોકોનો આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. જેમણે સરદાર સરોવર યોજના માટે પોતાનું યોગદાન આપ્યું છે. કેવડિયામાં આજે જેટલો ઉત્સાહ છે. તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં પણ છે.

તેમણે ગુજરાતની પાણી મુદ્દે સંઘર્ષની વાતનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના એ ક્ષેત્રોમાં પણ માતા નર્મદાની કૃપા પહોંચી રહી છે જ્યાં ઘણા હફ્તાઓ સુધી પાણી નહોતું પહોંચી શકતું. એક સમયે પાણી મુદ્દે ગોળીઓ પણ ચાલી છે. પાણી માટે દિકરીઓને પાંચ પાંચ કિલોમીટર પગે ચાલવું પડતું હતું. ઉનાળાની શરૂઆત થતા જ પોતાના પશુઓને લઈ લોકો જ્યાં પાણીની સવલત હોય ત્યાં ચાલ્યા જતા હતા. તેમણે કહ્યું કે મને યાદ છે વર્ષ 2000માં ભયંકર ગરમીથી રાજકોટ, સુરેન્દ્રનગરમાં પાણી માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની પરિસ્થિતિ સર્જાય હતી. આજે તે વાતને યાદ કરીએ તો ખ્યાલ આવે કે ગુજરાત ઘણું આગળ નીકળી ચૂક્યું છે.

તેમણે જનતા સમક્ષ માઈક્રો ઈરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિની વાતને વહેતી મુકી કહ્યું હતું કે, આજે 19 લાખ હેક્ટર જમીન, માઈક્રો ઈરિગેશનમાં છે. અને લગભગ 12 લાખ ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. જે તમારા લોકોના સહયોગથી સંભવ થયું છે.

તેમણે IIMના એક સંશોધનના મુદ્દાને ટાંકીને કહ્યું કે, આઈઆઈએમ અમદાવાદમાં એ વાત પર રિસર્ચ કરવામાં આવ્યું હતું કે, માઈક્રો ઈરિગેશનના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઈ છે. 25 ટકા સુધી ફર્ટિલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે, 40 ટકા સુધી મજદુરીનો ખર્ચ ઓછો થયો અને સાથે વિજળીની બચત થઈ તે તો અલગથી.

તેમણે માતા નર્મદાના પાણીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી એ માત્ર પાણી નથી, તે પારસ છે જે માટીને સ્પર્શ કરી સોનું બનાવી દે છે. તેમણે ખેડૂતોની આવક મુદ્દે જણાવ્યું કે, સિંચાઈના કારણે હોર્ટિકલ્ચર તરફ લોકો વળ્યા અને હાલમાં એક વધારે અભ્યાસ સામે આવ્યો જેનાથી ખ્યાલ આવ્યો છે કે લોકોની આવક પણ વધી રહી છે. દેશના દરેક ખેડૂતની આવકને 2022 સુધીમાં ડબલ કરવા માટે ગત્ત 100 દિવસોમાં ઘણા પગલાંઓ ભરવામાં આવ્યા છે.

તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની વાત અને આંકડાનો ડેટા આપતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે 8500 ટુરિસ્ટ આવે છે. મને જણાવવામાં આવ્યું કે જન્માષ્ટમીના દિવસે 34,000 લોકો અહીં આવ્યા. આ કેટલી મોટી ઉપલબ્ધિ છે તેનું અનુમાન તમે એ રીતે લગાવી શકો કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા એવરેજ 10,000 લોક પ્રતિ દિવસ આવે છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને 143 વર્ષ થઈ ચૂક્યા છે. તેની સામે 11 મહિનામાં 33 લાખ લોકોનું સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવવું તે અજુબો છે. આ સિવાય તેમણે પ્લાસ્ટિકની વાતનો મુદ્દો ઉચ્ચારી કહ્યું હતું કે, દેશને પ્લાસ્ટિકથી બચાવવાનું છે. દરેક નાગરિકની પ્રતિબદ્ધતા હોવી જોઈએ.

તેમણે 17મી સપ્ટેમ્બરને વિશ્વકર્મા જયંતી સિવાય બીજી રીતે પણ યાદ કરતાં કહ્યું હતું કે, આજે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. આજના જ દિવસે 1949માં હૈદરાબાદનું વિલય ભારતમાં થયું હતું અને આજે હૈદરાબાદ દેશની ઉન્નતિ અને પ્રગતિમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.

READ ALSO

Related posts

સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ભારે પવન સાથે વરસ્યો મેહુલ્યો

pratik shah

કોન્સ્ટેબલ સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા લોકો, રાજકોટવાસીઓએ આપી આ મામલે પ્રતિક્રિયા

pratik shah

પ્રકાશ કાનાણીએ સમગ્ર મામલે યોજી પત્રકાર પરિષદ, કર્યા ખુલાસા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!