GSTV
Home » News » જ્યારે મોદીએ ગુલામનબી આઝાદને કહ્યું… કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં

જ્યારે મોદીએ ગુલામનબી આઝાદને કહ્યું… કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં

રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ચર્ચા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. આ દરમિયાન પીએમ મોદીએ સરદાર પટેલનાં મુદ્દે પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમજ રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા ગુલામનબી આઝાદને પણ આડે હાથ લીધા હતાં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુલામ નબીજી, કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં…

સરદાર વલ્લભ પટેલનાં મુદ્દા પર કોંગ્રેસને ઘેરતા વડાપ્રધાને કહ્યું કે, સરદાર પટેલ કોંગ્રેસનાં મોટા નેતા હતાં. પરંતુ તેઓ માત્ર ગુજરાતમાં જ કોંગ્રેસનાં પોસ્ટરમાં દેખાતા હતાં, દેશમાં ક્યાય સરદાર દેખાયા નહિં. પીએમ મોદી બોલ્યા કે, અમે સરદાર સાહેબની સૌથી મોટી મૂર્તિ બનાવી,હું કહેવા માગુ છું કે કોંગ્રેસનાં નેતાઓ ત્યાં જાય અને શ્રદ્ધાસુમન અર્પણ કરીને આવે.

આ દરમિયાન તેમણે કહ્યું કે, ગુલામ નબીજી કુછ દિન તો ગુજારીયે ગુજરાતમે..જ્યારે વડાપ્રધાન આવું બોલ્યા તો સમગ્ર સંસદમાં હાસ્યની છોળો ઉડવા લાગી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન એક શાયરી પણ સંભળાવી હતી. PM મોદીએ કહ્યું કે, “તાઉમ્ર ગાલિબ યે ભૂલ કરતા રહા, તાઉમ્ર ગાલિબ યે ભૂલ કરતા રહા,ધૂલ ચહેરે પર થી ઔર આઇના સાફ કરતા રહા” વડાપ્રધાને કહ્યું કે જ્યારે સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થતો, મધ્ય પ્રદેશમાં દિગ્વીજયસિંહની સરકાર હતી. ડૈમ પાસે લોકોને જવા દેવાતા નહોતા, જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે અમે લોકોને જવા દીધા હતાં. અમે ડૈમની ફોટો પાડવાની મંજૂરી પણ આપી હતી. લોકો માટે ટીકિટ પણ રાખી.

વડાપ્રધાને કોંગ્રેસ પર કટાક્ષ કરતા બોલ્યા કે, હું તો કહું છું કે કોંગ્રેસ પાર્ટીએ સરદાર પટેલની મૂર્તિ પાસે પોતાની વર્કિંગ કમીટીની બેઠક યોજવી જોઇએ. તે તમારા જ નેતા હતાં, અમે તો સતત પોતાની તરફ થી જ શ્રદ્ધાંજલિ આપીએ છીએ.

READ ALSO

Related posts

જે લોકો વીર સાવરકરને ન માને તેમને ખુલ્લેઆમ મારવા જોઈએ: શિવસેના પ્રમુખ

Mansi Patel

AIR-INDIAને વધુ એક ફટકો, દેશની ત્રણ મોટી ઓઇલ કંપનીઓએ લીધો આ મહત્વનો નિર્ણય

Path Shah

પતંજલિનાં CEO આચાર્ય બાલકૃષ્ણની તબિયત ખરાબ, એમ્સ ઋષિકેશમાં કરાયા દાખલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!