GSTV
Home » News » લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવમાં પીએમ મોદીનુ સંબોધન, મારી સરકાર ગરીબોને સમર્પિત છે

લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવમાં પીએમ મોદીનુ સંબોધન, મારી સરકાર ગરીબોને સમર્પિત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન કહ્યુ હતુકે, આ પ્રસ્તાવનો ધન્યવાદ દેશની જનતાનો ધન્યવાદ છે. એક સશક્ત, સુરક્ષિત રાષ્ટ્રનું સપનું આપણા દેશનાં અનેક મહાપુરુષોએ જોયુ છે. અને તેને પુરુ કરવા માટે વધુ ગતિ સાથે આપણે બધાએ આગળ વધવાનું છે.

આજનાં વૈશ્વિક વાતાવરણમાં ભારતે આ અવસર ખોવો જોઈએ નહી. દેશની આકાંક્ષાઓને પુરી કરવા માટે આવનારા દરેક પડકારને આપણે પાર કરી શકીએ છીએ. આ ચર્ચામાં લગભગ 60 સાંસદોએ ભાગ લીધો હતો. જે પહેલીવાર આવ્યા છે. તેમણે સારી રીતે વાત રાખી હતી અને ચર્ચાને સાર્થક બનાવવાનું કાર્ય કર્યુ હતુ. અનુભવી લોકોએ પોતાની રીતે ચર્ચાને આગળ વધારી હતી.

નવા સ્પીકરને સદનમાં સદસ્યો પરેશાન કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યુ હતુકે, આપણે બધાજ મનુષ્ય છીએ. એટલે મનમા જે છાપ પડે તે કાયમ રહે છે. ચૂંટણી પ્રચારની અસર અહીં જોવા મળી હતી. તેજ વાતો સાંભળવા મળી રહી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, નવા સ્પીકરને સદનમાં સદસ્યો પરેશાન કરે છે. તેમ છતાં સ્પીકરે સારી રીતે ચર્ચાને આગળ વધારી હતી. ઘણા દાયકાઓ બાદ દેશે એક મજબૂત જનાદેશ આપ્યો છે.

2014માં અમે લોકો પુરી રીતે નવા હતા

પીએમ મોદીએ કહ્યુ કે, મતદાતાઓ પોતાના કરતાં દેશ માટે નિર્ણય લે છે. આ વાત ચૂંટણીમાં જોવા મળી હતી. દેશનાં મતદાતાઓ અભિનંદનને આભારી છે. 2014માં અમે લોકો પુરી રીતે નવા હતા. દેશ માટે અપરિચિત હતા. પરંતુ તે અવસ્થામાંથી બહાર નીકળવા માટે દેશે અમને એક તક આપી હતી. પરંતુ 2019નો જનાદેશ બધી જ પરીક્ષાઓ કર્યા બાદ, દરેક ત્રાજવાએ તોલ્યા બાદ અને બરાબર પરખ્યા બાદ આપ્યો છે.

મારી સરકાર ગરીબોને સમર્પિત છે

પીએમ મોદીએ કહ્યુ કે, કોણ હાર્યુ, કોણ જીત્યુ એ મારા વિચારોનો ભાગ નથી. દેશવાસીઓના સપના અને તેમની આશાઓ મારી નજરમાં રહે છે. 2014માં જ્યારે જનતાએ તક આપી અને સેન્ટ્રલ હૉલમાં વક્તવ્ય આપવાની તક મળી તો મે કહ્યુ હતુ કે, મારી સરકાર ગરીબોને સમર્પિત છે. 5 વર્ષ બાદ સંતોષની સાથે કહી રહ્યો છુ કે, જે સંતોષ જનતાએ EVMનું બટન દબાવીને વ્યક્ત કર્યો છે.

જેમનું કોઈ નથી તેમના માટે ફક્ત સરકાર છે

પ્રતાપ સારંગીજી અને હિના ગાવિતે જેવા વિષયોને પ્રસ્તુત કર્યા હતા. ત્યારબાદ હું કશું બોલું નહી તો પણ વાત પહોંચી જતી હતી. દેશનાં જેટલાં મહાપુરુષ બન્યા તેમણે એક જ વાત કરી છે, તેમણે છેવાડાના ગામમાં બેઠેલાં માણસોની ભલાઈની વાત કરી હતી. પાછલાં પાંચ વર્ષનાં કાર્યકાળમાં અમારા મનમાં પણ આજ ભાવ હતો. જેમનું કોઈ નથી તેમના માટે ફક્ત સરકાર છે.

70 વર્ષની બિમારીને પાંચ વર્ષમાં દુર કરવી મુશ્કેલ

પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે, જે અમુક વસ્તુઓને બદલવા માટે ઘણી મહેનત લાગે છે. 70 વર્ષની બિમારીને પાંચ વર્ષમાં દુર કરવી મુશ્કેલ હોય છે. પરંતુ અમે એ દિશા પકડી અને મુશ્કેલીઓ છતાં પણ દિશાને છોડી નહી. તેમણે કહ્યુ હતુકે, અમે શૌચાલયને ફક્ત ચાર દિવાલો જ નહોતું સમજ્યા.

અમે દરેક વ્યવસ્થાની પાછળ એક ઉદ્દેશ્યને સમજ્યા હતા. જનતાએ ચુલો કે વીજળી કશું માંગ્યુ ન હતુ. પહેલાં સવાલો ઉઠ્યા હતા.કે, કેમ કરી રહ્યા છે. ગરીબોનું કલ્યાણ થયુ અને સાથે જ આધુનિક ભારત પણ આગળ વધે. પીએમે કહ્યુકે, દેશને આધુનિક બનાવવાની યોજનાઓ પણ સાથે લાગૂ થવી જોઈએ.

કોંગ્રેસ ઉપર PM મોદીનાં પ્રહાર

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, અમારી ઉંચાઈને કોઈ ઘટાડી શકશે નહી. એવી ભૂલો અમે કરતાં નથી. અમે કોઈની લીટીને નાની કરવામાં સમય બર્બાદ કરતાં નથી. અમે અમારી લીટી લાંબી કરવામાં જીવન પુરુ કરીએ છીએ. તમે એટલાં ઉપર ચડી ગયા છો કે, મૂળમાંથી ઉખડી ગયા છો. અમારું સપનું ઉંચા થવાનું નથી મૂળમાં ઉતરવાનું છે. જેથી દેશને વધુ મજબૂતી આપી શકાય. તમને નવી ઉંચાઈઓ મુબારક.

અમે કોઈનાં યોગદાનને નકારતા નથી

પીએમ મોદીએ કહ્યુકે, 2004 બાદ બાજપેયી સરકારના એક પણ કામને નવી સરકારે ઉલ્લેખ કર્યો ન હતો. હજી પણ ભાષણમાં મનમોહન સિંહ સરકારનો ઉલ્લેખ પણ નથી કર્યો. હું પહેલો પીએમ છું જેણે લાલ કિલ્લાથી કહ્યુ હતુ કે, આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્યની જેટલી પણ સરકારો હતી બધાનું યોગદાન છે. પીએમ મોદીએ કહ્યુ કે, તેઓની અપેક્ષા છે કે, તેજ નામો આવે, પરંતુ મે હંમેશા પાછલી સરકારોને શ્રેય આપ્યુ છે. પીએમ મોદીએ કહ્યું ગુજરાતના ગોલ્ડન જ્યુબલી વર્ષમાં રાજ્યપાલ મહોદયના ભાષણોના સંકલનનું કામ કર્યુ છે.

તે સરકારો અમારા દળની ન હતી. તેમ છતાં અમે આ કાર્ય કર્યુ છે. રાજ્યપાલનાં ભાષણોનું સંકલન આજે પણ ઉપલબ્ધ છે. પહેલાંના કામોને અમે ગણતા નથી એ પુરી રીતે કહેવું ખોટું છે. દેશને લાગે છેકે, તેમના કાર્યકાળમાં નરસિમ્હારાવને અને બાદમાં મનમોહન સિંહને ભારત રત્ન મળ્યો પરંતુ પરિવારથી બહારના લોકોને તેમના કાર્યકાળમાં કશું મળી શકે તેમ નથી. પ્રણવદા કોઈ પણ પાર્ટીનાં હોય પરંતુ અમે તેમને ભારત રત્ન આપ્યુ, અમે કોઈ પણ યોગદાનને નકારતા નથી. સવા સો કરોડ દેશવાસીઓમાં બધાજ આવે છે. તેમના જ કારણે દેશ આગળ વધે છે.

READ ALSO

Related posts

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!