GSTV
Home » News » જબ હૌંસલા બના લિયા ઉંચી ઉડાન કા, ફીર દેખના ફિજુલ હૈ કદ આસમાન કા…

જબ હૌંસલા બના લિયા ઉંચી ઉડાન કા, ફીર દેખના ફિજુલ હૈ કદ આસમાન કા…

વડાપ્રધાન મોદીએ આજે લોકસભા ગૃહમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણનાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદી સદનમાં આવ્યા ત્યારે લોકસભા ગૃહ મોદી-મોદીનાં સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠયું હતું.

ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દરખાસ્તને કારણે દેશના લોકોનો આભાર. આપણા દેશના ઘણા મહાન સપૂતોએ એક મજબૂત, સલામત રાષ્ટ્રનું સ્વપ્ન જોયું હતું. તેને પુરૂ કરવા માટે આપણે બધાએ ગતિ સાથે એક સાથે આગળ વધવું પડશે. આજનાં વૈશ્વિક વાતાવરણમાં ભારતે આ તક ગુમાવવી જોઇએ નહીં. દેશની મહત્વાકાંક્ષાને પરિપૂર્ણ કરવામાં આપણે આવનારા તમામ પડકારોનો સામનો કરીશું.

જય જવાન, જય કિશન, જય વિજ્ઞાન પછી, હવે જય અનુસંધાનની જરૂર

વડા પ્રધાન મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે જય જવાન, જય કિશન, જય વિજ્ઞાન પછી, હવે જય અનુસંધાનની જરૂર છે. આપણે આપણા દેશની અંદર એવા હિન ભાવ પેદા કરી દીધા છે,આપણે પ્રવાસન પર વધારે બળ આપવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશને આધુનિક માળખા તરફ આગળ વધવું પડશે, તે સામાન્ય માણસના જીવનને સુગમ બનાવવા માટે વિશ્વમાંથી જે કોઇ પણ સિસ્ટમ મળી શકે તેનો ઉપયોગ કરવો. વડાપ્રધાનએ કહ્યું કે ગામ અને શહેર માટે સમાન તકો ઊભી કરવાની જરૂર છે.

જામીન મળ્યા છે તો આનંદ કરો

પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે, અમે બદલો લેવાની ભવના સાથે કામ કરતા નથી. અમે કાયદા કાનૂન સાથે ચાલવા વાળા લોકો છે. જેને જામીન મળ્યા છે તેઓ આનંદ માણે. વડાપ્રધાનનું આ નિવેદન કોંગ્રેસના નેતા અધિર રંજનના નિવેદનના જવાબમાં આપવામાં આવ્યું છે, જ્યાં તેમણે કહ્યું હતું કે શા માટે સરકાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જેલમાં મોકલતી નથી.

કટોકટી બંધારણની હત્યા કરવાનું મહાપાપ

પીએમ મોદીએ જણાંવ્યું કે કાલે કોંગ્રેસનાં નેતા જણાવતા હતાં કે કોણે શું કર્યુ, તેણે શું કર્યુ? આજે 25 જૂન છે, હવે તમે જણાવો કે કટોકટી કોણે લગાવી હતી. જ્યારે દેશની આત્માને કચડી નાખવામા આવી હતી. દેશનાં મીડિયા પર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. હિન્દુસ્તાનને જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું. આ બધુ માત્ર એટલા માટે કે કોઇનાં હાથમાંથી સત્તા ન જતી રહે.

બંધારણને કચડવાનું પાપ કરવામાં આવ્યું

વડાપ્રધાને જણાવ્યું કે,ન્યાયપાલિકાનો અનાદર કઇ રીતે થઇ શકે તેનું જીવતું-જાગતું ઉદાહરણ કટોકટી છે. આજે આપણે 25 જૂને લોકશાહી પ્રત્યે પોતાનું સમર્પણ આપવું પડશે. બંધારણને કચડવાનું પાપ કોઇ ભુલી શકે તેમ નથી. આ દાગ ક્યારેય મટી શકે તેમ નથી. આ દાગને વારંવાર યાદ કરવો જોઇએ. જેથી અન્ય કોઇ તે અવળા રસ્તા પર જાય નહિં લોકતંત્ર પ્રત્યેની આસ્થાનું મહત્વ સમજાવવા માટે કટોકટીને યાદ કરવાની જરૂર છે, કોઇને ખરીખોટી સંભળાવવા માટે નથી.

READ ALSO

Related posts

પાયાવિહોણા આરોપો લગાવનારાઓને જડબાતોડ જવાબ છે રાફેલ પર નિર્ણય, કોંગ્રેસ માંગે માફી

Mansi Patel

મોદી સરકારના વિકાસને ગ્રહણ, મૂડીઝે GDPની કરી નવી આગાહી

Nilesh Jethva

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની ચેતવણી, છ જીલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!