GSTV

કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, OBC ક્વૉટામાં ક્વૉટાની સંભાવના ચકાસશે પંચ

Last Updated on August 23, 2017 by

કેન્દ્ર સરકારે કેન્દ્રીય સેવાઓમાં OBC જાતિઓને મળી રહેલા અનામતના વર્ગીકરણ માટે એક પંચ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પંચને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે. પંચ OBC ક્વોટાની સંભાવના પર અભ્યાસ કરશે.

OBC અનામત પર કેટલીક OBC જાતિઓ અનામતનો ફાયદો ઉઠાવી રહી છે. સરકારે પાસે લાંબા સમયથી એવી ફરિયાદો આવી રહી છે કે OBC અનામતનો લાભ કેટલીક જાતિઓને જ મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે પંચ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પંચ OBC અનામતનો અભ્યાસ કરશે. આ પંચ OBC ક્વોટામાં ક્વોટાની શક્યતાઓનો રસ્તો પણ શોધશે. પંચ દ્વારા ક્વોટામાં ક્વોટાની સંભાવનાનો રિપોર્ટ આપવામાં આવશે, તો નિશ્ચિતપણે OBC અનામત પર કેટલીક જાતિઓનું વર્ચસ્વ સમાપ્ત થશે અને OBC ની બાકીની જાતિઓને તેનો ફાયદો મળી શકશે.

મંડલ પંચની નીતિઓને લાગુ કરાયા બાદ 27% OBC માટે અનામત નક્કી કરવામાં આવ્યું છે. તેવામાં જો ક્વોટામાં ક્વોટા હોય છે, તો હાલ OBC અનામતનો ફાયદો ઉઠાવી રહેલી જાતિઓ માટે એક મર્યાદીત ક્વોટા નક્કી થઈ જશે. ત્યાર બાદ બાકીનો હિસ્સો અન્ય OBC સમાજ માટે નિર્ધારીત કરી દેવામાં આવશે.

નીતિશ કુમારની સરકારે બિહારમાં દલિત અનામતના ક્વોટામાં ક્વોટા બનાવ્યો હતો. તેમાં દલિત અને મહાદલિત તરીકે ક્વોટાની વહેંચણી કરી હતી. તેના તર્જ પર કેન્દ્ર સરકારે પણ પગલા આગળ વધાર્યા છે.

Read Also: OBC ક્રીમી લેયરની મર્યાદા વધારીને 8 લાખ કરાઇ

Related posts

મોટા સમાચાર : UP ચૂંટણી પહેલાં કોંગ્રેસને લાગી શકે છે સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાઇ શકે છે ભાજપમાં

Dhruv Brahmbhatt

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

વિશ્વભરમાં કોરોનાનો કહેર : છેલ્લાં 24 કલાકમાં જ નવા 24.07 લાખ કેસો નોંધાયા, સમગ્ર દુનિયામાં ભારત બીજા ક્રમાંકે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!