GSTV

ચૂંટણીમાં દરેક જીત પર આશિર્વાદ અને મોઢુ મીઠુ કરાવવુ…કંઇક આવા હતા ‘ગુરુ’ કેશુભાઇ સાથે નરેન્દ્ર મોદીના સંબંધો

કેશુભાઇ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું ગુરુવારે નિધન થઇ ગયું છે. તેઓએ 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે પીએમ નરેન્દ્ર મોદીના જૂના સંબંધો હતાં. પીએમ મોદી તેમને પોતાના રાજકીય ગુરુ માનતા હતા. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી જ્યારે-જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં ત્યારે ચૂંટણી જીત્યા બાદ કેશુભાઇના આશિર્વાદ લેવા જરૂર જતાં હતા. આ દરમિયાન પીએમ મોદી તેમનુ મોઢુ મીઠુ પણ કરાવતા હતાં.

જ્યારે પીએમ મોદીએ કર્યા હતાં કેશુભાઇના ચરણ સ્પર્શ

વાત 2019ની લોકસભા ચૂંટણીની કરીએ તો આ દરમિયાન જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના અડાલજમાં શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનો શિલાન્યાસ કરવા માટે મંચ પર પહોંચ્યા હતાં તો ત્યાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ પહેલાથી જ ઉપસ્થિત હતા. તેના પર પીએમ મોદી બધા સાથે હાથ મિલાવતા તેમની પાસે પહોંચ્યા તો તેમણે તરત જ કેશુભાઇના ચરણ સ્પર્શ કર્યા હતા. આ દરમિયાન સૌકોઇની નજર તેમની મુલાકાત પર હતી.

કેશુભાઇ પટેલના બદલે નરેન્દ્ર મોદી બન્યા હતાં ગુજરાતના સીએમ

વર્ષ 2001માં બીજેપીએ કેશુભાઇ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. કારણ કે ભૂકંપ બાદ કેશુભાઇ સરકાર પર પ્રશાસનિક અક્ષમતાના આરોપ લાગી રહ્યાં હતાં. રાજ્યના રાજકારણમાં કેશુભાઇ માટે તેને સૌથી મોટો ઝટકો માનવામાં આવ્યો. તેના પગલે તેમના અને નરેન્દ્ર મોદીના સંબંધોમાં ખટાશ પણ આવી ગઇ હતી પરંતુ તેમ છતાં મોદી તેમને પોતાના ગુરુ માનતા હતા.

કેશુભાઇએ ભાજપથી અલગ થઇને બનાવી હતી પોતાની પાર્ટી

ભાજર સાથે તેમના સંબંધો ક્યારેક સુધરતા તો ક્યારેક વણસી જતા. પહેલીવાર મુખ્યમંત્રી બન્યાના સાત મહિના બાદ જ તેમણે શંકરસિંહ વાઘેલા સાથે વિવાદના પગલે રાજીનામુ આપવુ પડ્યું હતુ. પછીથી 1998માં તેઓ ફરીથી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પરંતુ 2001માં તેમણે પદ છોડી દીધું. માનવામાં આવ્યું કે ભ્રષ્ટાચાર અને ભૂજમાં આવેલા ભૂકંપ દરમિયાન ગેરવહીવટના પગલે તેમણે રાજીનામુ આપવુ પડ્યુ. તે બાદથી સતત પાર્ટી સાથે તેમના સંબંધોમાં કડવાશ આવતી રહી. 2002માં તેઓ ચૂંટણી ન લડ્યા અને 2007માં કોંગ્રેસને બિનહરિફ તરીકે સમર્થન કર્યુ. 2012માં આખરે તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ અને અલગ પાર્ટી બનાવી. પરંતુ 2014માં તેમણે ફરીથી ભાજપના હાથ પકડ્યો.

કેશુભાઇ

કેશુભાઈ પટેલની રાજકીય કારર્કિદી

 •  વિસાવદરમાં જન્મેલા કેશુભાઈ પટેલ વર્ષ 1945માં રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા.
 •  કટોકટી દરમ્યાન કેશુભાઈએ જેલવાસ પણ ભોગવ્યો.
 •  ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જન સંઘમાં કાર્યકર્તા તરીકે જોડાયા, તેઓ જનસંઘના સ્થાપક સભ્ય પણ હતા.
 •  કટોકટી બાદ જનસંઘ અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર બની અને કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં.
 •  જો કે બાદમાં આ પદેથી રાજીનામુ આપી તેઓ બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં વર્ષ 1978-1980ના સમયગાળામાં કૃષિમંત્રી રહ્યાં.
 •  વર્ષ 1978થી 1995 દરમ્યાન તેઓ કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
 •  આ વચ્ચે વર્ષ 1980માં જન સંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી ભારતીય જનતા પાર્ટીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા.
 •  કેશુભાઈએ નેશનલ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને જેના પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત મળી.
 •  કેશુભાઈ માર્ચ-1995માં ગુજરાતનાં 10માં મુખ્યપ્રધાન બન્યા, જો કે આઠ મહિનામાં તેઓને રાજીનામુ આપવુ પડ્યું.
 •  ત્યાર બાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને કેશુભાઈ ઓક્ટોબર 2001 સુધી મુખ્યપ્રધાન રહ્યાં.
 •  2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં અને રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા.
 •  ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી.
 •  2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી.
 •  જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતું.
 •  વર્ષ 2014ની શરૂઆતમા જ જીપીપીના અધ્યક્ષ પદેથી પણ રાજીનામુ આપી રાજકારણને અલવીદા કર્યું.

Read Also

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!