GSTV
Home » News » નાશીક રેલીમાં PM મોદીએ આખાબોલા નેતાઓને આડેહાથ લીધા, રામ મંદિર મુદ્દે કહી આ વાત

નાશીક રેલીમાં PM મોદીએ આખાબોલા નેતાઓને આડેહાથ લીધા, રામ મંદિર મુદ્દે કહી આ વાત

સુપ્રિમ કોર્ટમાં રામ મંદિર-બાબરી મસ્જીદ વિવાદ પર સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર-બાબરી મસ્જીદ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રનાં નાસિકમાં રેલીને સંબોધતા રામ મંદિર મામલે બયાનબાજી કરતા નેતાઓને શીખામણ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, રામ મંદિર કેસ હાલમાં સુપ્રિમ કોર્ટમાં છે, તેથી જે ‘બયાન બહાદુરો’ સતત ભાષણ આપી રહ્યા છે તેઓ પોતાની જીભ પર કાબૂ રાખે અને ઉચ્ચતમ ન્યાયાલય પર વિશ્વાસ રાખે.

નાસિકમાં ભાજપની મહાજનાદેશ યાત્રાની રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ શીખામણ આપતા જણાંવ્યું કે, છેલ્લા 2-3 અઠવાડિયાથી મન ફાવે તેમ નિવેદનબાજી ચાલી રહી છે અને અમુક આખાબોલા નેતાઓ રામ મંદિર મુદ્દે બોલી રહ્યા છે. દેશનાં તમામ નાગરિકોને ભારતની સુપ્રિમ કોર્ટ પ્રત્યે સન્માન ખુબ જરૂરી છે. જ્યારે કેસ સુપ્રિમ કોર્ટમાં વિચારાધીન હોય ત્યારે ખબર નહિં આ નિવેદનીયા નેતાઓ ક્યાંથી ટપકી ગયા છે. આપણા બંધારણ અને સુપ્રિમ કોર્ટ પર ભરોસો હોવો જોઇએ.

વડાપ્રધાન મોદીએ રેલીમાં કહ્યું કે, હું નાસિકની ધરતી પરથી દેશભરનાં ‘આખાબોલા’લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે પ્રભુરામ માટે આંખો બંધ કરીને ભારતની ન્યાયપ્રણાલી પ્રત્યે શ્રદ્ધા રાખો. અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે સુપ્રિમ કોર્ટે અયોધ્યા કેસની સુનાવણી એક મહિનામાં પૂર્ણ કરવાની વાત કહી છે.

સર્વોચ્ચ અદાલતે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેઓ આશા રાખે છે કે 18 ઓક્ટોબર પહેલા આ કેસની સુનાવણી પૂર્ણ થઇ જશે. ચીફ જસ્ટીસે આ સાથે જ નિર્ણય લખવા માટે પણ 1 મહિનાનાં સમયની વાત કરી હતી.

સુપ્રિમ કોર્ટની આ ટિપ્પણી બાદ અનેક આખાબોલા અને અધીરા નેતાઓએ નિવેદનબાજી આપવાનું શરૂ કર્યુ હતું. જેમાં ભાજપ નેતા અને કેન્દ્રિય મંત્રી ગિરીરાજ સિંહે બુધવારે જણાંવ્યું કે સુપ્રિમ કોર્ટનો નિર્ણય રામ મંદિરનાં પક્ષમાં જ આવશે. લોકોને વિશ્વાસ છે અને દેશને પણ ભરોસો છે. આ સાથે જ ગિરીરાજ સિંહે જણાંવ્યું કે મોદી હૈ તો મુમકીન હૈ.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!