GSTV
Home » News » શપથ પહેલા મોદીનું નમન, બાપુ-અટલ-શહીદો સામે PMએ ઝુકાવ્યું શિશ

શપથ પહેલા મોદીનું નમન, બાપુ-અટલ-શહીદો સામે PMએ ઝુકાવ્યું શિશ

રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજિલ અર્પણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ સદૈવ અટલ સ્મૃતિ પહોંચ્યા. જ્યાં તેમણે અટલ બિહારી વાજયેપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નરેન્દ્ર મોદી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યાર બાદ ભાજપના તમામ ચૂંટાયેલા સાંસદોએ અટલજીને પુષ્પ અર્પણ કર્યા હતા.

મહાત્મા ગાંધીને યાદ કરતા રાજઘાટ ખાતે શિશ ઝુકાવ્યુ

નરેન્દ્ર મોદી સાંજે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે. જોકે તે પહેલા તેઓ આજે સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતા રાજઘાટ ખાતે શિશ ઝુકાવ્યુ હતુ. નરેન્દ્ર મોદીએ સવારે સાત વાગ્યાના અરસામાં રાજઘાટ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે બાપુને યાદ કરતા પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાદમાં સમાધિસ્થળની પ્રદશિક્ષા કરીને સદૈવ અટલ સ્મૃતિ સ્થળે પહોંચ્યા હતા.

સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સદૈવ અટલ સ્મૃતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોર મેમોરિયલ પહોંચ્યા હતા.  જ્યાં તેમણે દેશ માટે શહીદી થનાર વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.  તેમની સાથે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અને ત્રણેય સેનાના વડા પણ ઉપસ્થિત રહ્યા. જે બાદ પીએમ મોદીએ સેનાના વડા  સાથે મુલાકાત પણ કરી હતી.

અટલ બિહારી વાજયેપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નરેન્દ્ર મોદી સાંજે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે. જોકે તે પહેલા તેઓ આજે સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતા રાજઘાટ ખાતે શિશ ઝુકાવ્યુ અને બાપુને યાદ કરતા પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાદમાં સમાધિસ્થળની પ્રદશિક્ષા કરીને સદૈવ અટલ સ્મૃતિ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અટલ બિહારી વાજયેપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સદૈવ અટલ સ્મૃતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશ માટે શહીદી થનાર વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અને ત્રણેય સેનાના વડા પણ ઉપસ્થિત રહ્યા  હતા.

Read Also

Related posts

સુપ્રીમની ફટકાર બાદ આ કંપનીએ ચૂકવ્યુ 10 હજાર કરોડનું દેવુ, છતાં 25 હજાર કરોડ બાકી

Mayur

ટ્રમ્પના આગમન પહેલા અત્યાધુનિક સિક્યોરિટીથી સજ્જ અમેરિકાનું વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું

pratik shah

સરકારનો વિરોધ કરવા નિકળેલા લોકો માત્ર રાજકારણ કરવા નીકળ્યા છે : વિજય રૂપાણીના કોંગ્રેસ પર ચાબખા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!