GSTV

ક્રુડ ઓઇલના ભાવ સસ્તા રહે તે દિશામાં પગલા લેવા જરૂરી : પીએમ મોદી

Last Updated on February 12, 2019 by

દેશમાં જ્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રુડ ઓઇલના ભાવ સસ્તા રહે તે દિશામાં પગલા લેવા માટે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદકો અને ખરીદનાર બન્નેને ફાયદો થાય તે દિશામાં યોગ્ય પગલા લેવાની જરુર છે. મોદીએ દાવો કર્યો હતો કે ૨૦૪૦ સુધીમાં હાલ જે ઇંધણની ખપત છે તે બેગણી થઇ જશે. અને ઇંધણ સેક્ટર દેશના વિકાસમાં મોટુ યોગદાન આપી રહ્યું છે. 

મોદીએ જણાવ્યું હતું કે એક તરફ વિશ્વ જ્યારે ઇંધણની ખપતમાં ઘણુ આગળ નીકળી ગયું છે ત્યારે બીજી તરફ અનેક એવા ગરીબો છે કે જેને ત્યાં હજુસુધી વિજળી નથી પહોંચી. સાથે મોદીએ દાવો કર્યો હતો કે ભારતમાં હવે દરેક ઘરમાં વીજળી પહોંચી છે. આ વર્ષે જ દરેક ઘરમાં વિજળી પહોંચાડવામાં અમે સફળ રહ્યા છીએ. એક તરફ દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છે જ્યારે બીજી તરફ મોદીએ કહ્યું હતું કે ક્રુડ ઓઇલના ભાવ સસ્તા થવાની જરુર છે. 

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!