GSTV

કાશીમાં ભવ્ય રોડ શો કરવા બદલ મોદીને ખૂબ ઠપકો આપ્યો છે, જાણો કોણે?

kashi roadshow

Last Updated on April 26, 2019 by Alap Ramani

ગઈકાલે કરેલા રોડ શૉ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાશીમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીના ભાષણ પહેલા કાર્યકર્તાઓ દ્રારા મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓની કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે કાર્યકર્તાઓની કામગીરી વિશે કહ્યું કે, મને પણ દિવાલ પર પોસ્ટર ચોંડાટવાનું સૌભાગ્ય મળ્યું છે. હું પણ બુથનો કાર્યકર રહ્યો છું.

તેમણે ગઈકાલે કાર્યકર્તાઓ દ્રારા કરવામાં આવેલી મહેનતનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. દેશમાં ઉત્સાહનો માહોલ હોવાની વાત કહી તેમણે કહ્યું કે દેશના લોકો કહી રહ્યા છે કે, ફિર એક બાર મોદી સરકાર.

કાર્યકર્તાઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘કાલે લોકોએ મને સોશિયલ મીડિયા પર ખૂબ ઠપકો આપ્યો હતો, જ્યારે હું રોડ શો કરી રહ્યો હતો તો લોકો મને ઠપકો આપીને કહી રહ્યા હતા મોદીજી રોડ શો બંધ કરી દો. તમે અંધારામાં આમ કઈ રીતે એકલા નિકળો છો, તમારી સુરક્ષાનો મુદ્દો છે. હાલમાં શ્રીલંકામાં પણ આવું થયું છે.’

પીએમ એ કહ્યું, ‘લોકો ઠપકો આપતા કહી રહ્યા હતા કે તમે પોતાના માલિક નથી. અમે તમારા માલિક છીએ. મને ખૂબ ઠપકો પડ્યો છે, પરંતુ જો મોદીની કોઈ સુરક્ષા કરી શકે તો તે આ દેશની કરોડો માતા-બહેનો છે. તે મારું સુરક્ષા કવચ છે. માતા-બહેનો આ વખતે ચૂંટણી માટે પૂજા-પાઠ કરી રહ્યા છે. વ્રત કરી રહ્યા છે. તે દુર રહેતા પોતાના દિકરાને ફોન કરીને કહે છે કે ઘરે પાછા ફરીને વોટ આપો.

મહત્વનું છે કે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં લગભગ 6 કિમીનો રોડ શો કર્યો હતો. પીએમના રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા. રોડ શો બાદ પીએમ મોદીએ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો.

Read Also

Related posts

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta

કોરોનાથી સ્થિતિ ખરાબ/ જાપાનમાં ઓલંપિક વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, 31 ઓગસ્ટ સુધી આ શહેરોમાં આપત્કાલિન સ્થિતિ કરાઈ જાહેર

Harshad Patel

રેકેટ / અશ્લીલ વેબ સિરીઝ એક્ટ્રેસ નંદિતા દત્તા ઉર્ફ ‘નેન્સી ભાભી’ની ધરપકડ, મોડેલ્સના જબરદસ્તી બનાવતી હતી વીડિયો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!