GSTV

PM મોદીની નવી કેબિનેટમાં મળી શકે છે આ નેતાઓને જગ્યા

Last Updated on May 27, 2019 by

2019ની લોકસભાની ચૂંટણીમાં બહુમતી સાથે જીતીને ફરી સત્તા પર પાછા ફરેલા નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં બીજેપીના સહયોગીઓને પણ જગ્યા મળી શકે છે. આ દળોમાં જનતા દળ(યુનાઈટેડ), અન્નાદ્રમુકને પણ જગ્યા મળી શકે છે. સૂત્રો અનુસાર પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં બીજેપીનું પ્રદર્શન સારું રહ્યું છે તે કારણે બે રાજ્યોના પાર્ટી નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. પીએમ મોદી 30 મેના રોજ નવા કાર્યાલય પર શપથ લેશે.

જેડીયુના એક નેતાએ કહ્યું કે, પાર્ટીને મંત્રીમંડળમાં કમસે કમ એક પદ જરૂર મળશે. પાર્ટીને મંત્રીપરિષદમાં પણ એક પદ મળશે. મોદીના નવા મંત્રીપરિષદના સભ્યોને 30 મેના રોજ શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ ભવનમાં રવિવારે જાહેર થયું કે નરેન્દ્ર મોદી ગુરુવારે પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. નવી સરકારમાં સામેલ કરવા માટે સંભવિત લોકોને લઈ કંઈ ચર્ચા થઈ નથી, પરંતુ કેટલાક નેતાઓનું માનવું છે કે પહેલા જે સરકાર હતી તેમાં જે તેના હતા તેમને મંત્રીપરિષદમાં એજ રીતે સભ્ય બનાવાશે. એજન્સી પીટીઆઈ મુજબ જાણવા મળ્યું છે કે પહેલા નાણાં મંત્રી અરુણ જેટલી હતા, પરંતુ તેમની તબિયત સારી ન રહેતાં મંત્રીપરિષદમાં સામેલ કરવામાં આવશે નહીં. પરંતુ તેમના નજીકના લોકોનું કહેવું છે કે સારવાર પછી તેમની તબિયત સારી છે. અને ભારપૂર્વક કહ્યું છે કે તેમની સાથે જોડાયેલી વાતો ખોટી અને બેબુનિયાદ છે.

ભારત સરકારના પ્રધાન પ્રવક્તા સિતાંશુ રંજન કારે ટ્વિટ કર્યું છે કે, કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીના સ્વાસ્થ્યની સ્થિતિની વાત મિડિયામાં ખોટી અને બેબુનિયાદ છે તેથી તમને સલાહ છે કે આવી કોઈ અફવા ફેલાવી નહીં. રાજ્યસભાના સદસ્ય સ્વપ્ન દાસગુપ્તા કહે છે કે, જેટલીની તબિયત સારી છે અને તે હવે અધિકારીઓને મળી શકે છે. નવા મંત્રીમંડળમાં રાજનાથ સિંહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પીયુષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકર હોઈ શકે છે. જાણકારી છે કે બીજેપીના અધ્યક્ષ અમિત શાહ પણ મંત્રી પદ સંભાળી શકે.

પરંતુ શાહને આ વાત પર કંઈ કહ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે ભાજપાની સહયોગી લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામ વિલાસ પાસવાને તેમના સાંસદ પુત્ર ચિરાગ પાસવાનને મંત્રી બનાવવા માટે ભલામણ કરી છે. લોજપાએ 6 લોકસભાની સીટ જીતી છે. પાસવાન પહેલા કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. અન્નાદ્રમુકને આ વખતે એક સીટ મળી છે. જ્યારે તમિલનાડુમાં સત્તાસીન થવાના કારણે તેને એક મંત્રી પદ આપવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 18 અને તેલંગાણાની ચાર સીટો છે, જેના કારણે નવી સરકારમાં તેમને વધુ પ્રતિનિધિ મળી શકે છે.

Read Also

Related posts

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel

ફટકો / બોક્સર સતીશ કુમારને આવ્યા 7 ટાંકા, મેડલ જીતવા માટે હોટ ફેવરિટ ખેલાડી: કાલે રિંગમાં ઉતરવા અંગે અનિશ્ચિતતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!