GSTV

મોદી અને માલ્યાની ઘરવાપસી માટે પ્રધાનમંત્રી મોદીઅે ગોઠવ્યો લંડનમાં માસ્ટરપ્લાન

Last Updated on April 18, 2018 by Mayur

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન થેરીસા મે સાથે લંડન ખાતે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ભારતમાંથી ફરાર થયેલા ફૂલેકાબા દારૂના કારોબારી વિજય માલ્યા અને આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના મામલાને ઉઠાવ્યા છે. વિજય માલ્યા અને લલિત મોદી બંને બ્રિટનમાં છે. થેરેસા મે સાથેની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ક્હ્યુ હતુ કે તેમને આ મુલાકાતમાં ભારત અને બ્રિટનના સંબંધોમાં નવી ઊર્જાના સંચારનો ભરોસો છે. તેમમે ચીનના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સનો હિસ્સો બનવાના મામલે ખુશી વ્યક્ત કરી છે.

CRICKET.GSTV.IN

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આ માત્ર ક્લાઈમેટ ચેન્જ વિરુદ્ધની આપણી લડાઈ નથી. પરંતુ ભાવિ પેઢીઓ માટે પણ આપણું અભિયાન છે. મોદી સાથે મુલાકાત દરમિયાન બ્રિટનના વડાંપ્રધાન થેરેસા મેએ કહ્યુ છે કે તેમને આશા છે કે આપણે ભારત અને બ્રિટનના લોકોના હિતમાં સાથે મળીને કામ કરી શકશું.  વડાપ્રધાન મોદીએ થેરેસા મે સાથેની બેઠક બાદ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સાથે પણ મુલાકાત કરી છે. તેની સાથે વડાપ્રધાન મોદીએ એક સાઈન્સ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે લિંગાયત સમાજના સંત બસવેશ્વરની જયંતી પ્રસંગે અહીં લોકોની સાથે મુલાકાત કરવી તેમના માટે ખુશીની વાત હશે. લંડન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત બસવેશ્વરની પ્રતિમા પર પુષ્પાંજલિ પણ આપી છે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયના લોકોની વસ્તી 18 ટકા જેટલી છે અને ભાજપ-કોંગ્રેસ-જેડીએસ સમુદાયને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં લિંગાયત સમુદાયના સમર્થનની ઘણી મોટી ભૂમિકા રહેવાની છે. તેને ધ્યાનમાં રાખીને સાત સમુદ્ર પારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ત્રણ દેશેની પાંચ દિવસીય વિદેશ યાત્રાએ નીકળેલા વડાપ્રધાન મોદી મંગળવારે બ્રિટન પહોંચ્યા હતા. હીથ્રો એરપોર્ટ પર બ્રિટનના વિદેશ પ્રધાન બોરિસ જોનસને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી બ્રિટન ખાતે કોમનવેલ્થ દેશોની એક બેઠકમાં સામેલ થવાના છે. બ્રિટનના મહારાણી એલિઝાબેથ એક કાર્યક્રમમાં બંકિઘમ પેલેસ ખાતે વડાપ્રધાન મોદીને સમ્માનિત પણ કરવાના છે.

બુધવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની વાત સૌની સાથે કાર્યક્રમને પણ સંબોધિત કરવાના છે. આ સિવાય કોમનવેલ્થ દેશોની એક બેઠકમાં પણ વડાપ્રધાન મોદી સામેલ થવાના છે. લંડનની થેમ્સ નદીની નજીક લિંગાયત સમુદાયના સુધારક રહેલા બાસવન્નાને વડાપ્રધાન મોદી શ્રદ્ધાંજલિ પણ આપવાના છે. આ ઘટનાક્રમને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ઘટનાક્રમો સાથે સાંકળીને પણ જોવાઈ રહ્યો છે.

ભારતીય સમય પ્રમાણે. સાંજે પાંચ વાગ્યે સીઈઓ સાથે મુલાકાત થશે. રાત્રે સાડા આઠ વાગ્યે વડાપ્રધાન મોદી મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે મુલાકાત કરશે. રાત્રે નવ વાગ્યે તેઓ ભારતની વાત સૌની સાથે કાર્યક્રમમાં સંબોધન કરશે. રાત્રે 10 વાગ્યે કોમનવેલ્થ દેશોના પ્રમુખો માટે આયોજિત ડિનરમાં પણ સામેલ થશે.

Related posts

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!