GSTV
Home » News » હ્યુસ્ટન: ‘હાઉડી મોદી’ માં PMના મેગા શોનું કાઉન્ટડાઉન શરૂ, ટ્રમ્પ-મોદી 100 મિનીટ રહેશે સાથે

હ્યુસ્ટન: ‘હાઉડી મોદી’ માં PMના મેગા શોનું કાઉન્ટડાઉન શરૂ, ટ્રમ્પ-મોદી 100 મિનીટ રહેશે સાથે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં આજે 50 હજાર લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. પહેલીવાર કોઇ દેશના નેતા અમેરિકામાં આટલો મોટો શો કરવા જઇ રહ્યાં છે. આ કાર્યક્રમને “હાઉડી મોદી” નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકો હાજરી આપવાના છે. જેમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના 60 જેટલા સાંસદ પણ હાજરી આપવાના છે. એટલું જ નહીં, USA પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રેલીને સંબોધિત પણ કરવાના છે.

અમેરિકાના 33 રાજ્યના 600થી વધારે ભારતીય સમુદાય દ્વારા “હાઉડી મોદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી અમેરિકાની મુલાકાત દરમ્યાન યુએન મહાસભાના 74માં સત્રને પણ સંબોધન કરશે.

શું છે Howdy Modi ?

કાર્યક્રમનું નામ Howdy મોદી રાખવા પાછળ પણ ખાસ કારણ છે. Howdyનો અર્થ પણ ખાસ છે. અમેરિકામાં How do you do? ને ટૂંકમાં Howdy કહેવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં અભિવાદન માટે Howdy શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. Howdy શબ્દનું વળી પાછું અમેરિકાના લોકો માટે આગવું સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. આ શબ્દ અમેરિકનોને પરસ્પર જોડે છે. જોકે બહારથી આવીને વસેલા લોકો માટે અમેરિકનોની દૃષ્ટિ થોડી સંકુચિત હોય એ સ્વાભાવિક છે. પરંતુ Howdyનો મતલબ એ કે અમેરિકા ભારતીય વડાપ્રધાનનો ઉમળકાભેર આવકાર કરે છે. હકીકતમાં વડાપ્રધાન મોદી હવે માત્ર ભારતના રાજકારણ જ નહીં, દુનિયાભરના રાજકારણને અસર કરનારા ગ્લોબલ લીડર બની ગયા છે અને એટલા માટે જ અમેરિકાએ પણ મોદીને આવકારવા માટે હાઉડી મોદી કહેવું પડે છે.

ટ્રમ્પે કેમ આપશે હાજરી?

હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્મ્પની હાજરીને લઇને ગજબનો ઉત્સાહ છે. છેલ્લા થોડા વર્ષોથી અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના લોકોની ભૂમિકા મહત્ત્વની બની છે એવામાં આવતા વર્ષે આવી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય મૂળના લોકોને આકર્ષવા માટે ટ્રમ્પને આનાથી સારો અવસર મળી શકે એમ નથી. અમેરિકામાં આશરે 40 લાખ ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે અને આટલી મોટી સંખ્યા હોવાના કારણે અમેરિકાના રાજકારણમાં પણ તેમનો ખાસો પ્રભાવ છે. અમેરિકાના રાજકીય પક્ષો પણ ભારતીય લોકોના મુદ્દા અને સમસ્યાઓને મહત્ત્વના ગણીને તેમને પોતાના પક્ષમાં કરવા તત્પર રહે છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતીય સમાજના કાર્યક્રમમાં હાજર રહે એ વાત નાનીસૂની નથી.

વર્ષ 2014માં અમેરિકામાં મોદીએ સભા સંબોધી હતી

મોદીએ 2014માં ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન અને 2016માં સેન જોંસ સિલિકોન વેલીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ. આ બન્ને કાર્યક્રમમાં 18-18 હજાર લોકો હાજર રહ્યા હતા.

અમેરિકામાં કાશ્મીરી પંડિતોએ PM મોદી સાથે મુલાકાત કરી

અમેરિકાના પ્રવાસ માટે હ્યુસ્ટન પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી છે. આ અવસરે કાશ્મીરી પંડિતોની સાથે PM મોદીએ પણ સંસ્કૃતનો શ્લોક નમસ્તે શારદા દેવીનું પઠન કર્યુ હતું.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!