GSTV
Home » News » દુનિયા આજે ફરી નિહાળશે હિન્દુસ્તાનનો દમ, હાઉડી મોદી માટે નવોઢાની જેમ સજ્જ થયું છે હ્યૂસ્ટન

દુનિયા આજે ફરી નિહાળશે હિન્દુસ્તાનનો દમ, હાઉડી મોદી માટે નવોઢાની જેમ સજ્જ થયું છે હ્યૂસ્ટન

હ્યૂસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમનાં ગેઇટ ખોલી દેવાયા છે, સ્ટેડિયમમાં એન્ટ્રી મેળવવા માટે લાંબી લાઇનો લાગી છે. અંદાજીત એક કિલોમીટર જેટલી લાંબી લાઇન જોવા મળી છે. પોતાનો વારો આવે તે માટે લોકો અતિ ઉસ્તાહિત છે. અમેરિકન પ્રમુખ જોનાલ્ડ ટ્રમ્પ ભારત અને અમેરિકાનાં સંબંધો પર આધારિત ભાષણ આપશે. આ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ 30મિનીટ ભાષણ આપશે. વર્તમાનમાં તો હ્યૂસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમનાં દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. થોડી જ વારમાં અહિં સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થશે.

અમેરિકાનું હ્યૂસ્ટન શહેર સંપૂર્ણ રીતે મોદીમય બન્યું છે. ચોતરફ મોદી જ છવાયા છે. આજે હાઉડી મોદી ઇવેન્ટની શરૂઆત જન-ગણ-મન રાષ્ટ્ર ગીત થી કરવામાં આવશે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ અને હજારો લોકોની ભીડ સામે એક વિશેષ બાળક સ્પર્શ શાહ આ કાર્યક્રમની શરૂઆત કરાવશે. બીજી તરફ હાઉડી મોદી કાર્યક્રમમાં ઇન્ડિયન મુસ્લિમ એસોસિએશનનાં સદસ્યો પણ ઘણી ભાગીદારી નોંધાવી રહ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીય મુસ્લિમોનું કહેવું છે તેઓ પીએમ મોદીનાં સ્વાગત માટે તૈયાર છે.

અમેરિકામાં કાશ્મીરી પંડિતોએ PM મોદી સાથે મુલાકાત કરી

અમેરિકાના પ્રવાસ માટે હ્યુસ્ટન પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી છે. આ અવસરે કાશ્મીરી પંડિતોની સાથે PM મોદીએ પણ સંસ્કૃતનો શ્લોક નમસ્તે શારદા દેવીનું પઠન કર્યુ હતું.

વર્ષ 2014માં અમેરિકામાં મોદીએ સભા સંબોધી હતી

મોદીએ 2014માં ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન અને 2016માં સેન જોંસ સિલિકોન વેલીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ. આ બન્ને કાર્યક્રમમાં 18-18 હજાર લોકો હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel

મહિલા બની ડ્રેકુલા, 4 વર્ષની બાળકીનું લોહી પીને મારી નાખી

Kaushik Bavishi

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : આ 6 ફેક્ટર નક્કી કરશે કે કોને મળશે સીએમની ખુરશી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!