GSTV

‘પિતા દેશનાં નાણાપ્રધાન બને અને દિકરો દેશને લૂંટવાનું કામ કરે’

Lok Sabha elections 2019

વડાપ્રધાનએ તમિલનાડુના થેનીમાં જનસભા સંબોધતા જણાવ્યુ કે હું આજે તમને મારા કામનો હિસાબ આપવા અને મહામિલાવટ ભ્રષ્ટાચારનો ખુલાસો કરવા આવ્યો છું. આજે મધ્ય પ્રદેશની સરકાર કોંગ્રેસનું એટીએમ બની છે. ગરીબ અને બાળકોના પૈસા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. આ ગોટાળો તુગલક રોડ પરથી શરૂ થયો છે.

pm modi

આજે આખો દેશ જાણે છે કે તુગલર રોડ પર કોણ રહે છે. પીએમ મોદીએ કહ્યુ કે 1979માં ડીએમકેનું અપમાન કર્યુ હતુ. ટુજી કૌભાંડ બાદ કોંગ્રેસ ડીએમકે પર નિશાન સાધી રહી હતી. અને આજે બન્ને પાર્ટી તમિલનાડુની જનાતનું ધ્યાન ભટકાવવા માટે કામ કરી રહી છે. પીએમ મોદીએ કોંગ્રેસને કેટલાક સવાલ પણ પુછ્યા. તેમણે કહ્યુ કે 1984 સીખ રમખાણના પીડિતોને કોણ ન્યાય આપશે.

ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને કોણ ન્યાય આપશે. પીએમ મોદીએ પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ પર પ્રહાર કર્યા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે પિતા દેશના નાણા પ્રધાન બને અને પુત્ર દેશને લૂંટવાનું કામ કરે. તમિલનાડુમાં ડીએમ કે અને મહામિલાવટી મિત્રનું ગઠબંધન થયુ છે. જેથી તમિલનાડુની જનતા આ મહામિલાવટી ગઠબંધનને જવાબ આપવાની છે.

READ ALSO

Related posts

2015થી અત્યારસુધીમાં મોદીએ 58 દેશોના કર્યા પ્રવાસ, વિદેશમંત્રાલયે ખર્ચનો આંક પણ કર્યો જાહેર

Karan

ઓફર/ SBIએ જૂની લોન માટે નવી નીતિ જાહેર કરી, લોનની મુદત લંબાવવા કે EMI માટે ઘરબેઠા કરી શકાશે અરજી

Dilip Patel

SC અને STને પગભર કરવા માટે આ રાજ્ય સરકાર લાવશે Exclusive Policy, ઘણી પાર્ટીઓનું રાજકારણ ડૂબી જશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!