GSTV
Home » News » SCO સંમેલનમાં પ્રધાનમંત્રીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યો પ્રહાર

SCO સંમેલનમાં પ્રધાનમંત્રીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યો પ્રહાર

એસસીઓ સંમેલનમાં સામેલ થવા કિર્ગિસ્તાન ગયેલા પીએમ મોદીએ સભ્ય દેશની બેઠકમાં પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે, થોડા દિવસ પહેલા હું શ્રીલંકાની મુલાકાતે ગયો હતો. જ્યા મેં આતંકવાદનો સૌથી ગંદો ચહેરો જોયો. આતંકવાદના કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવ્યો. પીએમ મોદીએ આતંકવાદ અંગે જ્યારે નિવેદન આપ્યુ ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પણ આ બેઠકમાં હાજર હતા. 

દેશના નેતાઓએ સાથે આવવું જોઈએ

પીએમ મોદીએ કહ્યુ કે, આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં SCO દેશના નેતાઓએ સાથે આવવુ જોઈએ. આતંકવાદના કારણે દુનિયાના દેશો પરેશાન છે. જેથી આતંકવાદનો ખાત્મો કરવા માટે આપણે સાથે આવવુ પડશે. તેમણે કહ્યુ કે, આતંકવાદને ફંડ  આપતા દેશો આતંકવાદને ફેલાવવા માટે જવાબદાર છે. કેટલીક માનવતાવાદી તાકાતોએ સાથે મળીને આતંકવાદનો વિરોધ કરવો પડશે. આતંકવાદ આજે સૌથી મોટી સમસ્યા છે.

ઉર્જા ઉત્પાદન કરતો ભારત વિશ્વનો સૌથી મોટો પાંચમો દેશ

પીએમ મોદીએ કહ્યુ કે, સ્વાસ્થ્ય અને નાણાકીય વિકાસ માટે સભ્ય દેશો સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે. ભારત સૌર ઉર્જાનું ઉત્પાદન કરતો વિશ્વનો સૌથી મોટો પાંચમો દેશ છે. જેથી ભારત સભ્ય દેશ સાથે વ્યાપાર માટે આગળ આવશે.

અફઘાનિસ્તાનમાં શાંતિની વધારે જરૂરિયાત

પીએમ મોદીએ કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં શાંતિ વધારે જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તારનમાં આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. આપણે સભ્ય રાષ્ટ્રના વિકાસ માટે  સ્વાસ્થ્યને લગતી સુવિધા પર વધારે ભાર મુકવો પડશે.

Read Also

Related posts

દેશ આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિથી સંઘર્ષ કરી રહ્યો છે: કોંગ્રેસ

Path Shah

જ્યારે હોસ્પિટલનાં એક દર્દીએ 4 લોકોની કરી હત્યા અને ઘણાને કર્યા ઘાયલ

Path Shah

ત્રણવાર ઓસ્કર વિનર રહેલા એનિમેટર વિલિયમ્સનું 86 વર્ષની ઉંમરમાં નિધન 

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!