GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અન્નપૂર્ણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રધાનમંત્રી કહ્યું, ‘અહીંયા મહેમાન થોડો છું, ઘરે આવ્યો છું’

modi અન્નપૂર્ણા ધામ

ગાંધીનગરના અડાલજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અન્નપૂર્ણા ધામની મુલાકાત લીધી હતી.જ્યાં મોદીએ અન્નપૂર્ણા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે આપની વચ્ચે આવવાનું નિમંત્રણ મળ્યું અને આપ સૌના આશિર્વાદ પ્રાપ્ત કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું . આપણા દેશમાં દુનિયાના લોકો માટે આપણો ધર્મ આપણી પરંપરા સમજવી એ ભારે કામ છે. ખૂબ જલ્દી સમજાય નહીં. કારણ કે આપણે ત્યાં કોઈ એક ધર્મ પુસ્તક નહીં, કોઈ એક ભગવાન નહીં, કોઈ એક પુજા પદ્ધતિ નહીં, કેટલી બધી વિવિધતાઓ એટલે કોઈને સમજણ ન પડે અને એજ આપણી વિશેષતા.

તેમણે જણાવ્યું હતું કે, આપણે એવા લોકો છીએ કે ભક્ત શિક્ષાનો ઉપવાસક હોય તો ભગવાન સરસ્વતી હોય. કહી તેમણે ભારતીય પરંપરા અને વિશેષતા અંગે જણાવ્યું હતું. વધુમાં તેમણે રોટલો અને ઓટલો વિશે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોઈ પણ દિશામાં 20-25 કિલોમીટરે જાવ એટલે ત્યાં ઓટલો અને રોટલો બંન્નેની વ્યવસ્થા હોય. કહી તેમણે ભારતીય પરંપરાના વખાણ કર્યા હતા અને નર્મદાનું મહાત્મય જણાવ્યું હતું.

તેમણે પોતાના ભાષણમાં સમાજને પ્રોત્સાહિત કરવાના હેતુસર જણાવ્યું હતું, આપણા દેશમાં હવે આ રિવાજ થયો છે કે બધું સરકાર થયો છે. ભારતમાં એ પરંપરા નહોતી, ધર્મશાળા બનતી, ગૌશાળા બનતી હતી, લાખો વણઝારો અડાલજની વાવ બનાવતો આ બધા કામ સરકાર નહોતી કરતી લોકો કરતા હતા. ધીમે ધીમે સમાજની શક્તિઓને જાણી જોઈ દબાવવામાં આવી. અમારું કામ છે રાજ્ય રાજ્યનું કામ કરે સમાજ શક્તિશાળી હોવો જોઈએ.

તેમણે જાતિવાદ પર પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, નક્કી કરીએ કે લેઉઆ પટેલ સમાજ જેના ઘરમાં દિકરી પેદા થાય તે પગે લગાડવા માટે મા અન્નપુર્ણાના ધામે આવે જ. કોઈ પણ વસ્તુને જાતિવાદના રંગે રંગવી એ પાપ છે.

તેમણે અમુલ ડેરી અને લેઉઆ પટેલનું સમાયોજન સાધતા કહ્યું હતું કે, અમુલ ડેરીનો જન્મ થયો તે કરનારા લોકો કોણ હતા ? તે બધા લેઉઆ પટેલ હતા. અમુલ ડેરીથી દરેક સમાજના લોકોને લાભ થયો છે. તેમણે પોતાના સંબોધનમાં રામચરિત માનસનો દોહો બોલ્યો હતો અને તેના અર્થ સાથે પંચતત્વના મુળ ભાવને ઝીલ્યો હતો.

તેમણે પોતાના વક્તવ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે દુનિયાએ માથુ ઉંચુ કરી જોવું પડે.

READ ALSO

Related posts

આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજા મહેરબાન: ભારે વરસાદથી ભરાયા ઠેરઠેર પાણી, પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી ગઈ પોલ

pratik shah

વિશ્વમાં ઘાતક વાયરસનો ભરડો વધ્યો, જીવલેણ મહામારીનાં ચેપગ્રસ્તોની સંખ્યા એક કરોડ 13 લાખ 72 હજારને પાર

pratik shah

સુરતમાં Coronaની સારવાર લઈ રહેલા 235 દર્દીઓની હાલત ખૂબ ગંભીર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!