GSTV
Home » News » મોદી આજથી ફરી ચાર દિવસ ગુજરાતમાં : ઝંઝાવાતી ચૂ્ંટણી પ્રચાર કરશે

મોદી આજથી ફરી ચાર દિવસ ગુજરાતમાં : ઝંઝાવાતી ચૂ્ંટણી પ્રચાર કરશે

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી સંદર્ભે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ફરી વખત આજથી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ચાર દિવસના પ્રવાસ દરમિયાન તેઓ  વિવિધ સ્થળોએ જાહેરસભાને સંબોઘન કરીને ચૂંટણી પ્રચાર કરશે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે બુઘવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. તેઓ આજે ૫હેલા દિવસે દિવસે ધંધુકા, દાહોદ અને નેત્રંગમાં સભાને સંબોધન કરશે. જ્યારે સાત ડિસેમ્બરના રોજ સુરતમાં બપોરે જાહેરસભાને સંબોધન કરશે. તેમજ આઠ ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં જાહેરસભાને સંબોધન કરશે. સાથે સાથે ભાંભર, કલોલ, હિંમતનગર, વટવામાં ૫ણ સભાઓને સંબોધન કરશે. તો નવ ડિસેમ્બરના રોજ લુણાવાડા, બોડેલી, આણંદ અને મહેસાણામાં સભાને સંબોધન કરશે.

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસો બાકી રહ્યા છે. તેવા સમયે જ ભાજ૫ દ્વારા વઘુમાં વઘુ બેઠકો ઉ૫ર જીત હાંસલ કરવા પ્રયાસો થઇ રહ્યા છે અને તેના ભાગરુપે છેલ્લા સમય સુઘી વડાપ્રઘાનની સભાઓના આયોજનો ગોઠવાઇ રહ્યા છે.

Related posts

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah

‘પેપરમાં 100ની નોટ મુકી દો પાસ થઈ જશો’ કહેનારા આચાર્યનો વીડિયો વિદ્યાર્થીએ યોગી આદિત્યનાથને ફોરવર્ડ કરી દીધો

Mayur

ઓવૈસીનાં પક્ષનાં રાષ્ટ્રીય પ્રવક્તાની ટિપ્પણીથી સર્જાયો વિવાદ,શાહીનબાગના સંદર્ભમાં આવેશપૂર્ણ ભાષણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!