મોદી સરકારે સોમવારે ઐતિહાસિક નિર્ણય લેતાં જમ્મુ-કાશ્મીરનું ભૂગોળ બદલી નાખ્યું છે. સરકારે રાજ્યને સ્પેશિયલ સ્ટેટસ આપતાં બંધારણના અનુચ્છેદ 370ના એક ખંડ સિવાયના તમામ ખંડોને હટાવી દીધાં છે. સ્પેશિયલ સ્ટેટસ હટાવાની સાથે જ જમ્મુ-કાશ્મીરને બે હિસ્સામાં વિભાજીત કરવામાં આવ્યું છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. આ નિર્ણય બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની આર્થિક સ્થિતી સુધારવા માટે પ્લાન બી તૈયાર કરી લીધો છે. ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરવામાં આવશે.

ઇનવેસ્ટમેન્ટ સમિટનું આયોજન

સૂત્રોએ જણાવ્યા અનુસાર કાશ્મીરમાં આર્થિક વિકાસ માટે ઇન્વેસ્ટમેન્ટ સમિટનો પ્લાન છે. સૂત્રોની માનીએ તો શ્રીનગરમાં એક મોટી ઇનવેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે જેમાં દેશના જાણીતા બિઝનેસમેન સામેલ થસે. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં રણબીર દંડ સંહિતા લાગુ હતી, જેના કારણે કોઇપણ બહારનો વ્યક્તિ કાશ્મીરમાં ન તો જમીન ખરીદી શકો અને ન તો વેપાર કરી શકે પરંતુ આર્ટિકલ 370ને નિષ્ક્રિય કરવામાં આવ્યાં બાદ અન્ય રાજ્યના લોકો પણ કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. બિઝનેસમેન પ્લાન્ટ લગાવી શકશે.

આ ક્ષેત્રોમાં થશે કામ
સરકાર કાશ્મીરમાં રેલવે, રોડ, હાઇવે પ્રોજેક્ટ પણ લાવવા જઇ રહી છે. ફૂડ પાર્ક બનાવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર આવનારા સમયમાં કાશ્મીરમાં આર્થિક સુધાર લાવવાને લઇને મોટી ઘોષણા કરી શકે છે.

રોકાણના રસ્તા ખુલ્યાં
સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતના અન્ય રાજ્યોમાં અભ્યાસ તથા કામ કરી રહેલા કાશ્મીરી યુવાઓની મોટી સંખ્યાને ભારતના નાગરિક સમાન ‘શક્તિ અને આત્મવિશ્વાસ’ મળશે. સાથે જ તે કોઇ વિશેષ નાગરિકતા તરીકે શ્રેણીબદ્ધ નહી કરવામાં આવે.
કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી ખાનગી અને જાહેર રોકાણના પ્રવાહની રાહ સરળ બનશે. તેવામાં અર્થવ્યવસ્થાનો ગ્રાફ વધશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંસ્થાનો વિકાસ થશે. આ અલ્પ વિકસિત ક્ષેત્રોમાં પર્યટનના વિકાસ માટે મોટી માત્રામાં ફંડ આવશે.
Read Also
- બજેટ 2021-22 : LTC કેશ વાઉચર સ્કીમ રહી શકે છે જારી, ટેક્સમાં રાહતની કરાઈ છે માંગ
- Fastag લગાવવાનો હજુ બાકી છે, તો આ રીતે WhatsApp પરથી પણ કરી શકો છો ઓર્ડર
- રાજ્યના વિવિધ જીલ્લામાં સવારથી છવાયું ગાઢ ધુમ્મસ, વાહનચાલકોને થઈ પારાવાર મુશ્કેલી
- ગુજરાત કોંગ્રેસનું આજથી મહાજનસંપર્ક અભિયાન શરૂ ,તાલુકા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં અભિયાન યોજાશે
- હેલ્થ/ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે કોથમીર, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત