GSTV

દેશની ગરીબી નાબૂદ કરવા કોંગ્રેસે લોન્ચ કરેલી યોજના મોદી સરકાર કરશે બંધ

કેન્દ્રની મોદી સરકાર મનરેગા યોજનાને ચાલુ રાખવાના મૂડમાં નથી. મનરેગા ચાલુ રાખવા પર મોદી સરકાર પર અનેકવાર માછલાં ધોવાયા છે. જેમાં કોગ્રેસની યોજનાઓને વખોડનાર ભાજપ તેની યોજનાઓને જ નવા નામ સાથે લોન્ચ કરી હોવાના આક્ષેપો થયા છે. જોકે, કોંગ્રેસની આ મહત્વાકાંક્ષી યોજનાને આ વર્ષે સરકાર તાળાં મારે દે તેવી સંભાવના કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બુધવારે લોકસભામાં આ સંભાવના વ્યક્ત કરી છે. મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેંટી યોજના) કોંગ્રેસની અધ્યક્ષતાવાળી યુપીએ સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના દેશની ગરીબી નાબૂદ કરવા માટે અમલમાં લાવવામાં આવી હતી પરંતુ હવે ભાજપ સરકાર આ યોજનાને એટલી પ્રભાવશાળી ગણતી નથી અને આને ભવિષ્યમાં બંધ કરવાની વિચારણા કરી રહી છે. જોકે, તોમરે એ પણ કહ્યું કે, મોદી સરકારે મનરેગા યોજનાને વધુ પારદર્શક અને અસરકારક બનાવી છે. જો આ યોજના બંધ થઈ તો ઘણા લોકોની મજદૂરી છિનવાઈ જશે.

તોમરના અનુસાર, સરકારે મનરેગા યોજના હેઠળ વર્ષ 2018-19માં ફાળવેલ બજેટ 55,000 કરોડને વધારીને ચાલુ નાણાંકીય વર્ષમાં 60,000 કરોડ કરી દીધું છે. મનરેગા યોજના હેઠળ લોકોને કૃષિ ક્ષેત્રમાં મજૂરી આપવામાં આવે છે, પરંતુ હવે સરકાર મનરેગાના ઉપયોગ જય સંચયનના કાર્યમાં કરવા માગે છે. અત્રે નોંધવું ઘટે તે મનરેગાની કામગીરી વર્ષોથી જળસંચયની કામગીરી માટે જ કરાય છે. આમ છતાં સરકાર આ યોજનાને નવા નામે લોન્ચ કરે તો નવાઈ નહીં.

કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે, સરકારમાં વડાપ્રધાન પાક વીમા યોજનાને મોટા પાયે લાગુ કરવા માટે વિચારણા ચાલી રહી છે. અત્યારે સરકાર આ યોજનાને સરળ અને ઉપયોગી બનાવવાના પ્રયત્નો કરી રહી છે. નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે, 2014 પહેલાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના લાભાર્થી 6 લાખ હતા, જે અત્યારે વધીને 8.95 લાખ થઈ ગયા છે. જોકે, પાકવીમા યોજના આજે પણ મરજિયાત કરવાનો ફરી સૂર ઉઠ્યો છે. સરકારની આજે એગ્રિકલ્ચર માટે મહત્વની બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે. સરકાર ખેડૂતોની આવક વર્ષ 2022 સુધી ડબલ કરવા માગે છે.

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!