GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

વર્ષ દરમ્યાન આટલા રૂપિયા બેંક ખાતામાંથી ઉપાડશો તો લાગશે ટેક્સ, મોદી સરકારે કરી તૈયારીઓ

જો તમે વર્ષમાં બેંક ખાતામાંથી 10 લાખ રૂપિયાથી વધારે કેશ કાઢશો, તો તેની ઉપર તમારે ટેક્સ આપવો પડી શકે છે. કેન્દ્રની મોદી સરકાર એક વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ કેશ નિકાળનારા લોકો ઉપર ટેક્સ લગાવવાનો વિચાર કરી રહી છે. તેની પાછળ સરકારનો ઉદ્દેશ ફિઝીકલ કરન્સી એટલેકે પેપર નોટનો ઉપયોગ ઘટાડવાનો છે. અને સાથે જ બ્લેકમની ઉપર લગામ લગાવવાનો છે. આ પગલા લેવાથી દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે. જોકે, સરકાર હજી તો તેના ઉપર વિચાર કરી રહી છે.

સરકાર સતત કહેતી આવી છેકે, એવું કશુ કરવા માંગે છેકે, નિયમો મિડલ ક્લાસ અને ગરીબો ઉપર બોજ ન બને. ઉલ્લેખનીય છેકે, UPA સરકારે પણ 10 વર્ષ પહેલાં બેંક કેશ લેણ-દેણ ટેક્સને રજૂ કર્યો હતો. પરંતુ અમુક વર્ષ બાદ વિરોધને લીધે સરકારે તેને પાછો ખેંચવો પડ્યો હતો. સરકાર આ પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહી છે કે વધારે રકમ કાઢવા પર આધાર કાર્ડ જરૂરી કરવામાં આવે. એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે તેનાથી વ્યક્તિને ટ્રેક કરવામાં અને તેના ટેક્સ રિટર્ન સાથે મેળવવામાં સરળતા રહેશે.

અત્યારે 50 હજાર રૂપિયાથી વધારે રકમ જમા કરવા પર PAN કાર્ડ આપવું જરૂરી છે. સરકાર માત્ર આધાર કાર્ડ નંબર જ નહી પણ OTP દ્વારા એ નક્કી કરશે કે આધાર નંબરનો દુરૂઉપયોગ ના થાય. સરકારનું માનવું છે કે મોટા ભાગની વ્યક્તિઓ અને કંપનીઓને વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ કાઢવાની જરૂરીયાત પડતી નથી.

આ તમામ પ્રસ્તાવ પર 5 જુલાઈએ બજેટ જાહેર થવા પહેલા ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગયા અઠવાડિયે જ RBIએ જાહેરાત કરી હતી કે NEFT અને RTGS ટ્રાન્સફર પર બૅન્ક દ્વારા કોઈ ચાર્જ નહી વસુલવામાં આવે. કાર્ડના ઉપયોગ કરવા પર લાગતો ચાર્જ પણ ખત્મ થઈ શકે છે.

READ ALSO

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!