મોદી સરકાર આપશે 5,000 રૂપિયા સેલેરી, ચૂંટણી પહેલાં ખેલશે મોટો દાવ

ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથે હારનો સામનો કર્યા બાદ મોદી સરકાર લોકસભાની ચૂંટણી માટે કોઈ જોખમ લેવા માગતી ના હોય તેમ લાગી રહ્યુ છે. તેમાં પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો પ્રમાણે મોદી સરકાર લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા એવી યોજનાને હુકમના પત્તા તરીકે ચૂંટણીના ટેબલ પર ઉતારવા માંગે છે જેનાથી વિરોધી પક્ષોની તમામ ગણતરીઓ ખોટી પડે શકે છે.

બેન્ક એકાઉન્ટમાં 2000થી 5000 રૂપિયા મળી શકે છે

મોદી સરકાર ખેડૂતોનુ દેવું માફ કરવાની યોજનાઓથી બે ડગલા આગળ વધીને યુનિવર્સિલ બેઝિક ઈન્કમ સ્કીમ લોન્ચ કરવા માંગે છે. જેમાં દેશના એવા તમામ નાગરિકોને આવરી લેવાશે જેમની આવક ઝીરો છે. આ નાગરિકોને દર મહિને સીધા તેમના બેન્ક એકાઉન્ટમાં 2000થી 5000 રૂપિયા મળી શકે છે. આ એવા નાગરિકો હશે જેમની પાસે આવકનુ કોઈ સાધન નથી.આ યોજનાને લાગુ કરવા માટે આધાર નંબરનો ઉપયોગ થશે.યોજનામાં સામેલ થનારા નાગરિકોના બેંક એકાઉન્ટને આધાર નંબર સાથે લિન્ક કરાશે.એવુ પણ શક્ય છે કે આ યોજના લાગુ કરાયા બાદ બાકીની તમામ સબસિડીઓ બંધ કરી દેવામાં આવે.

મોદી સરકાર આ સ્કીમ લાગુ કરવા માટે ગંભીર

યોજનાનુ સૂચન સૌથી પહેલા લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગે આપ્યુ હતુ.જેમની આગેવાનીમાં આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ પાંચ વર્ષ માટે મધ્યપ્રદેશના 8 ગામમાં લોન્ચ કરાયો હતો. જેમાં દર મહિને 500 રૂપિયા 6000 લોકોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા.
પ્રોફેસર સ્ટેન્ડિંગનુ કહેવુ છે કે મોદી સરકાર આ સ્કીમ લાગુ કરવા માટે ગંભીર છે. જેમાં શરુઆતના તબક્કે 2011માં થયેલા આર્થિક સર્વેના આધારે ઝીરો ઈન્કમવાળા લોકોને લાભ મળી શકે છે.વિવિધ મંત્રાલયો પાસે પણ આ અંગે સૂચનો માંગવામાં આવ્યા છે.જેમાં લગભગ 10 કરોડ લોકોનો સમાવેશ થઈ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter