GSTV
Home » News » સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ, મોદી મોદીનાં લાગ્યા નારા

સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ, મોદી મોદીનાં લાગ્યા નારા

દેશમાં ફરીવાર મોદી સરકાર આવ્યા બાદ લોકસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જે દરમ્યાન લોકસભાના પ્રોટમ સ્પીકર વિરેન્દ્ર કુમારે પીએમ મોદી સહિત નવા ચૂંટાયેલા તમામ સાંસદોને શપથ ગ્રહણ કરાવ્યા. સંસદનું ચોમાસુ સત્ર 39 દિવસ સુધી ચાલવાનું છે. જેમા એક અંદાજે 30 દિવસ સુધી કામગીરી થવાની છે. 19મી તારીખે લોકસભાના નવા સ્પીકરની ચૂંટણી થવાની છે. જે બાદ 20મી જૂને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોકસભા અને રાજ્યસભામાં સંબોધન કરશે.

આ મુદ્દાઓની થશે ચર્ચા

સંસદના આ સત્રમાં ત્રણ તલાક સહિત જમ્મુ કાશ્મીર અનામત બિલ અંગે ચર્ચા થવાની છે. આ ઉપરાંત આધાર અને અન્ય કાનૂન બિલ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, હોમિયોપેથી કેન્દ્રીય પરિષદ અને વિશેષ આર્થિક ક્ષેત્રના બિલ સંસદમાં રજૂ થવાના છે અને તે અંગે ચર્ચા પણ થવાની છે.

સંસદના સત્રમાં વિપક્ષે બેરોજગારી અને મહિલા સુરક્ષા મુદ્દે ચર્ચા કરવાની પણ માગ કરી છે. ત્યારે સત્રમાં ચાર જુલાઈના રોજ આર્થિક સર્વેક્ષણ અને પાંચમી જુલાઈએ નામા પ્રધાન નિર્મલા સીતાકમન પહેલીવાર સરકારનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. જેમા સરકાર વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરશે. જ્યારે આ વખતે સરકાર બજેટમાં કૃષિ ક્ષેત્ર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.

READ ALSO

Related posts

ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

Path Shah

હાફિઝ સઇદની ધરપકડ બાદ પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બેઠક, સેના પ્રમુખને મળ્યાં PM ઇમરાન ખાન

Bansari

છોકરીએ કર્યુ કંઈક એવું કે હાથીએ ઝીંકી દીધો જોરદાર થપ્પડ, તમે પણ જુઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!