GSTV

નરેન્દ્ર મોદીએ કમલા હેરીસને આપી આ ભેટ, જોઈને અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ થયા ભાવુક

Last Updated on September 24, 2021 by Zainul Ansari

બાઈડેન સરકાર રચાયા પછી પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ છે. પરંપરા પ્રમાણે તેઓ અમેરિકી નેતાઓ માટે ભેટ લઈ ગયા છે. અમેરિકામાં પહેલી વાર મહિલા ઉપ-પ્રમુખ બન્યા છે અને એ પણ વળી ભારતીય મૂળના છે. ભારત સાથે કમલા હેરિસનો જૂનો નાતો છે. માટે નરેન્દ્ર મોદી તેમના માટે ખાસ ગિફ્ટ લઈ ગયા હતા. કમલા હેરિસના દાદા એસ.વી.ગોપાલન ભારતીય અધિકારી હતા. તેમના પોસ્ટિંગને લગતા સરકારી નોટિફિકેશનના દસ્તાવેજો મોદીએ કમલા હેરિસને આપ્યા હતા. સાથે એક ચેસનો સેટ પણ આપ્યો હતો.

  • ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન હેન્ડીક્રાફ્ટનું બનેલું જહાજ ભેટ આપ્યું હતું.
  • જાપાની વડા પ્રધાનને મોદીએ ચંદનની બનેલી ભગવાન બુદ્ધની મૂર્તિ આપી હતી.
નરેન્દ્ર મોદી

ગોપાલન ભારત સરકારમાં સિનિયર અધિકારી હતા અને ઘણી પોસ્ટ પર તેમણે કામ કર્યું હતું. સરકારી અધિકારીઓની બદલી-બઢતી વગેરે નોટિફિકેશન દ્વારા થતી હોય છે. આમ તો નોટિફિકેશન એક સરકારી દસ્તાવેજ છે, પરંતુ કમલા હેરિસ માટે આ દસ્તાવેજ મહત્વનો સાબિત થયો છે. કેમ કે એ કાગળ તેમના દાદા સાથે સંકળાયેલો છે. એ જોઈને કમલા હેરિસ ભાવુક થયા હતા.

ચેસ વળી સામાન્ય નહી મિનાકારી કરેલો લાકડાનો સેટ છે. એ ભારતની કલાત્મકતા પણ દર્શાવે છે. એ ચેસનો સેટ વારાણસીમાં બનેલો છે. ભારતની કળાને સરકાર પ્રોત્સાહન આપવા માટે વિવિધ ઉપાયો કરે છે. આ કળાત્મક ચેસ ભેટ અપાયા પછી સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી અને ભારત અને અમેરિકાનો પ્રાકૃતિક સાજેદારી કરાર આપ્યો. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં દ્વિપક્ષીય સબંધ નવી ઊંચાઈ પર પહોંચશે.

નરેન્દ્ર મોદી


પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ડેમોક્રેસીના રૂપમાં ભારત અને અમેરિકા નેચરલ પાર્ટનર છે. આપણા મૂલ્યોમાં સમાનતા છે. આપણું તાલમેલ અને સહયોગ પણ સતત વધતો જઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત કોવિડ-19ની બીજી લહેરની ચપેટમાં હતો, ત્યારે ભારતની મદદ માટે અમેરિકાનો આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે, કોવિડના સમયે અમેરિકાએ સાચા મિત્ર તરીકે મદદ કરી છે. સાથે જ કહ્યું કે એ સમયે અમેરિકાની સરકાર, કંપનીઓ અને ભારત સમુદાય તમામ સાથે મળીને ભારતની સહાયતા માટે એકસાથે થઈ ગયા.

Read Also

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!