GSTV
Home » News » નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા ચૂંટાયા, અમિત શાહના પ્રસ્તાવને જોરદાર સમર્થન

નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા ચૂંટાયા, અમિત શાહના પ્રસ્તાવને જોરદાર સમર્થન

આજે ભાજપનાં કેન્દ્રિય સંસંદીય દળની બેઠક મળી હતી. જેમાં નરેન્દ્ર મોદીને ભાજપ સંસદિય દળનાં નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતાં. આ અંગે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. તેમજ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રીઓ સર્વશ્રી રાજનાથ સિંહ અને નિતીન ગડકરીએ અમિત શાહનાં પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. .

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી ભાજપ સંસદિય દળનાં નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. જો કે ત્યાર બાદ ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજીએ વડાપ્રધાન મોદીને પાર્લામેન્ટ્રી બોર્ડનાં નેતા તરીકે ચૂંટાયાની જાહેરાત કરી હતી.

ત્યારાબાદ ભાજપનાં સાથી પક્ષો એટલે કે એનડીએ દ્વારા નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટી કાઢવા માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જેમાં બિહારનાં સીએણ નિતીશ કુમાર, શિરોમણી અકાલી દળનાં નેતા પ્રકાશસિંહ બાદલ, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે તેમજ આરએલએસપી નેતા રામવિલાસ પાસવાને પણ પીએમ મોદીને સંસદિય દળનાં નેતા તરીકે સમર્થન આપ્યું હતું. આ સાથે જ મેઘાલય અને મણીપુરનાં મુખ્યમંત્રીઓએ પણ પીએમ મોદીનાં નામ પર સમર્થન જાહેર કર્યુ હતું. તેમજ તમિલાનાડુનાં સીએમ પલીનાસ્વામીએ પણ પીએમ મોદીનાં નામ પર સહમતિ દર્શાવી હતી.

સંસદિય દળની બેઠકનાં અંતે ભાજપ પ્રમુખ અમિત શાહે પીએમ મોદીને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન નાં નેતા તરીકે ચૂંટી કાઢવાની જાહેર કરી હતી. તેમજ ભાજપ સહિતનાં અન્ય સાથીપક્ષોએ નરેન્દ્ર મોદીને 353 નવનિર્વાચીત સાંસદોનાં નેતા તરીકે ચૂંટી કાઢ્યાની જાહેરાત કરી હતી.

એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની પસંદગી બાદ એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, તેમજ એનડીએના તમામ વરિષ્ઠ નેતાઓએ નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી. આ દરમિયાન મોદીએ એલ.કે.અડવાણી અને પ્રકાશ સિંહ બાદલના આર્શિવાદ મેળવ્યા હતા. જ્યારે કે મુરલી મનોહર જોશી, ઉદ્ધવ ઠાકરે, નીતિશકુમાર સહિતના નેતાઓએ પુષ્પ અર્પણ કરીને મોદીને ગળે લગાવ્યા.

સરકાર રચવાની ગતિવિધિ વચ્ચે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અમિત શાહને નવી સરકારના પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. તેમને ગૃહ વિભાગ, વિદેશ વિભાગ અને રક્ષા વિભાગમાંથી કોઇ એક મંત્રાલય આપવામાં આવી શકે છે. અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજની સમક્ષ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. તેથી તેમના નવી સરકારમાં સામેલ થવા અંગે હજુ પણ શંકાઓ પ્રવર્તી રહી છે. નવી સરકારમાં નિર્મલા સીતારમણને મોટી ભૂમિકા મળી શકે છે. આ ઉપરાંત અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને પરાજીત કરનારા સ્મૃતિ ઇરાનીને પણ મોટી જવાબદારી સોંપાવમાં આવી શકે છે.

READ ALSO

Related posts

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!