GSTV
Home » News » સંસદિય દળની બેઠકમાં મોદીની શીખામણ: સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ

સંસદિય દળની બેઠકમાં મોદીની શીખામણ: સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ

આજે ભાજપનાં કેન્દ્રિય સંસંદીય દળની બેઠક મળી હતી. જેમાં નરેન્દ્ર મોદીને ભાજપ સંસદિય દળનાં નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતાં. આ અંગે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. તેમજ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રીઓ સર્વશ્રી રાજનાથ સિંહ અને નિતીન ગડકરીએ અમિત શાહનાં પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. 

ચૂંટણીએ દિલ જોડવાનું કામ કર્યુ

PM મોદીએ જણાંવ્યું કે, તોતિંગ વિજયથી આપણી જવાબદારીઓ વધે છે. કહેવાય છે કે ચૂંટણીઓથી અંતર વધે છે. લોકો વચ્ચે દિવાલ ઉભી કરે છે. પરંતુ 2019 ની ચૂંટણીમાં તૂટી ગયેલા દિલોને જોડવાનું કામ કર્યુ છે. દિલને જોડે છે. આ ચૂંટણી સામાજિક એકતાનું આંદોલન બની ગયું હતું. તેમણે કહ્યું, જનપ્રતિનિધિ માટે કોઈ ભેદ રેખા નથી. તેને બદલો લેવાનો હક નથી. તે બધા માટે એકસમાન છે.

છપાશ અને દિખાશ થી બચવું જોઇએ

વડા પ્રધાને જણાવ્યું હતું કે જ્યારે વિશ્વાસ મજબૂત થાય છે ત્યારે પ્રો-ઇન્કમબન્સી લહેર ઉભી થાય છે. આ ચૂંટણી હકારાત્મક મતની ચૂંટણી છે. આ સરકારને ફરી ચૂંટવી છે. કામ આપવા છે, જવાબદારી આપવાનું છે. આ હકારાત્મક વિચારસરણીને કારણે આવો મોટા જનાદેશ આપ્યો છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, 2014 માં ભાજપને જે મતો મળ્યા અને 2019માં જે મતો મળ્યા છે.તેમાં અંદાજીત 25-25 ટકાનો વધારો નોંધાયો છે. પોતાનાં ભાષણમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ સ્વતંત્રતા પછી પહેલી વખત સંસદમાં બેસશે. તેમણે નકામા નિવેદનો ઉપરાંત અહંકારને ટાળવા નવા અને જૂના સાંસદોની હિમાયત પણ કરી હતી. તેમણે કહ્યું કે છપાવાની અને દેખાવાની વૃતીથી બચવું જોઇએ.જો તમે તેનાથી ભાગી જશો, તો તમે ઘણું બચાવી શકો છો.

અખબારની હેડલાઇનથી મંત્રીપદ મળતું નથી

મંત્રી બનવાની લાલચ રાખતા સાંસદોને નરેન્દ્ર મોદીએ સલાહ આપી હતી કે, ઘણાં લોકો મંત્રી બનાવવા માટે લાગી પડ્યા છે. મંત્રીમંડળ રચાય તે પહેલા જ અનેક નામ મીડિયામાં ઉછળશે. ટીવીમાં ચર્ચા આવશે પરંતુ તમારે સાવધાન રહેવાની જરૂર છે. કોિ અફવાનો શિકાર ન બનતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં અનેક એવા મોદી પેદા થયા છે. જેમણે અગાઉથી જ મંત્રીમંડળ બનાવી દીધું છે. જેટલા સાંસદો જીતીને આવ્યા છે. બધા મારા છે. સરકાર અન્ય કોઇ નહિં બનાવે. જેમની જવાબદારી છે તે જ બનાવશે. અખબારનાં પાનાથી ન તો મંત્રી બને છે કે ન તો મંત્રીપદ મળે છે.

અમિત શાહે નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા

આ દરમિયાન અમિત શાહે કહ્યું કે ભાજપનાં 303 અને એનડીએનાં 353 સાંસદો ચૂંટાયા તે જનતાનું અપાર સમર્થન છે. તેમણે કહ્યું કે જે રીતે મોદીજીએ પાંચ વર્ષ માટે શાસન ચલાવ્યું છે. તેમણે કહ્યું કે મોદી એક્સપેરીમેન્ટને મનથી સ્વીકાર કર્યો છે.

અમિત શાહે જણાંવ્યું કે લોકો વિચારતા હતાં કે આંતકવાદ પર કડક કાર્યવાહી નથી થતી. પરંતુ મોદી આવ્યા બાદ લોકોને વિશ્વાસ આવ્યો કે એક એવો નેતા પણ છે જે આંતકીઓને તેનાં ઘરમાં ઘુસીને મારે છે. શાહે જણાંવ્યું કે 60નાં દાયકાથી દેશની લોકશાહીને પરિવારવાદ,જાતિવાદ અને તુષ્ટીકરણથી પીડાતું હતું. 2019નાં જનાદેશ બાદ પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટીકરણને રાજનતીની બહાર ફેંકી દિધું છે.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!