GSTV
India ટોપ સ્ટોરી

ASEAN સમિટ: ભારતના વખાણ બદલ વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો

ફિલિપિન્સના મનીલા આસિયાન સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વની મુલાકાત થઈ. બંને વડા વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. ભારતના વખાણ કરવા બદલ પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટ્રમ્પે હંમેશા ભારતના વખાણ કર્યા છે. અમારી દોસ્તી એશિયા માટે મહત્વપૂર્ણ છે. બંને વડાની દ્વીપક્ષીય બેઠકમાં વિકાસ અને સહયોગ સહિત અનેક મુદ્દે વાતચીત થઈ. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે સંબંધ વધુ દ્રઢ થશે. ભારત અને અમેરિકા એશિયાના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, મેં ટ્રમ્પને વાત કરી કે માનવતા માટે શું વધુ સારુ થઈ શકે છે. મહત્વનું છે કે, પાંચ મહિનામાં બંને દેશના વડા વચ્ચે આ બીજી વખત મુલાકાત થઈ.

Related posts

GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી

Kaushal Pancholi

LIVE! ગુજરાત ચૂંટણી/ સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન

pratikshah

મતદાનના રેકોર્ડ / જાણો ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન ક્યાં અને ક્યારે નોંધાયું હતું

Nakulsinh Gohil
GSTV