GSTV
Gujarat Government Advertisement

મને ગમે તેટલા ડંડા મારો મને કંઇ ફરક નથી પડતો

Last Updated on February 7, 2020 by Mayur

ઐતિહાસિક બોડો કરાર બાદ પહેલી વખત આસામની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ કોકરાઝારમાં વિશાળ જનસભાને સંબોધિત કરી. વડાપ્રધાન મોદીએ બોડો કરારને સમગ્ર પૂર્વોત્તર માટે ઐતિહાસિક અને એક નવા યુગની શરૂઆત સમાન ગણાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે બોડો કરારને કારણે દાયકાઓથી ચાલ્યા આવતા હિંસાના અંધકારનો અંત થશે. આ કરારથી હવે આ ધરતી પર લોહી નહીં રેડાય. અનેક દાયકાઓ સુધી અહીં ગોળીઓ ચાલી. પરંતુ બોડો કરારથી શાંતિનો વિજય થયો છે. આજનો દિવસ એ વિકાસ અને વિશ્વાસની ધારાને મજબૂત કરવા માટે સંકલ્પ લેવાનો દિવસ છે.

આ તકે પીએમ મોદીએ ફરી એક વખત નામ લીધા વગર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો મને ડંડા મારવાની વાતો કરી રહ્યા છે. પરંતુ જેમના પર પ્રજાજનોના આશિર્વાદ હોય તેમને કંઇ ફરક નથી પડતો. પીએમ મોદીએ કહ્યું કે મને ગમે તેટલા ડંડા મારો મને કંઇ ફરક નથી પડતો. મારી પાસે પ્રજાજનો રૂપી સુરક્ષાકવચ છે. મહત્વનું છે કે પૂર્વોત્તરના રાજ્યો અને તેમાં પણ ખાસ કરીને આસામમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ મોટા પાયે દેખાવો થયા હતા. આથી આ દ્રષ્ટિએ પીએમનો આસામ પ્રવાસ ઘણો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!