GSTV
Home » News » સંસદ સત્રની વચ્ચે પીએમ મોદીની ડિનર ડિપ્લોમેસી, સમારોહમાં પહોંચ્યા દિગ્ગજ નેતાઓ

સંસદ સત્રની વચ્ચે પીએમ મોદીની ડિનર ડિપ્લોમેસી, સમારોહમાં પહોંચ્યા દિગ્ગજ નેતાઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ ડિનર પર લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને બોલાવ્યા છે. વડા પ્રધાન મોદીના ડિનર પાર્ટીમાં જોડાવા માટે સંસદના સભ્યો આવી રહ્યા છે. દિલ્હીના અશોકા હોટેલમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ તમામ સાંસદોને આ બાબતે આમંત્રણ મોકલ્યું હતુ. બીજી વખત એનડીએ સરકારની રચના પછી આ તમામ સાંસદો સાથેની પીએમની આ પહેલી બેઠક છે.

રાત્રીભોજનમાં જોડાયા પછી વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુએ ટ્વિટ કર્યું કે આજના અશોકા હોટલમાં વડાપ્રધાન મોદી સંસદના સભ્યોના સન્માનમાં ભોજન સમારંભમાં જોડાયા હતા.

વડા પ્રધાન મોદીના રાત્રિ ભોજનમાં જોડાયા પછી કોંગ્રેસ સાંસદ કાર્તી ચિદમ્બરમે કહ્યું કે તમામ સાંસદોની મેજબાની કરવી વડા પ્રધાનની સારી પહેલ છે. અમારાથી ઘણા પ્રથમ વખત એમપી બન્યા છે. તે સંપૂર્ણપણે અનૌપચારિક અને સારું આયોજન હતુ.

વડા પ્રધાનના ભોજનમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના કોઈ નેતા સામેલ થયા નથી. આરજેડી નેતા મીસા ભારતીએ કહ્યું હતું કે મુઝફ્ફરપુરમાં બાળકોના મોતને કારણે આજે રાષ્ટ્રીય જનતા દળના કોઈ પણ નેતા વડા પ્રધાનના રાત્રિ ભોજનમાં શામેલ થશે નહીં.

READ ALSO

Related posts

દિકરીને અશ્લીલ ડાન્સ કરાવી દારૂ પી રેપ કરતો નરાધમ બાપ

Mayur

Viral Video: નશામાં ધૂત મહિલાની દબંગાઇ, ટ્રાફિક પોલીસે રોકી તો કરવા લાગી આવી હરકત

Bansari

પારિવારિક ઝગડાઓથી કંટાળેલા 15 વર્ષના દીકરાએ માંગ્યું ઇચ્છા મૃત્યુ, વડાપ્રધાને દોડાવ્યા અધિકારીઓ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!