GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ચારાના નામે શું થયું તે બિહારની જનતા જાણે છે : નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટનામાં આયોજિત એનડીએની મહારેલીમાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને મહાગઠબંધન પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે, ચારાના નામે શું થયુ તે બિહારની જનતા જાણે છે. એનડીએ સરકારે વચેટિયાઓઓથી મુક્ત યોજના બનાવી જેથી કેટલાક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દેશની સામે ખરાબ નજરથી જોનાર સામે આ ચોકીદાર દિવાલ બનીને ઉભો છે.

દેશના વંચિત અને મધ્યમવર્ગના લોકો માટે મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે વિપક્ષના નેતાઓ સરકારની યોજના પર સવાલ ઉઠાવી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, દેશમાં મહામિલાવટની સરકાર નથી જેથી મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. દેશમાં યુપીએ સરકારના શાસનમાં માત્ર કેટલાક લોકોનો વિકાસ થયો હતો. દેશમાં મહામિલાવટન નામે લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કેટલીક પાર્ટીઓ કરી રહી છે. પરંતુ આ મહામિલાવટથી ભાજપને કોઈપણ પ્રકારનો ફરક પડવાનો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં જનસભા સંબોધતા જણાવ્યુ કે, આજે દેશ આ શહીદોની શહાદતને નમન કરી રહ્યો છે. પીએમ મોદીએ જણાવ્યુ કે, જ્યારે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે 21 વિપક્ષી પાર્ટીના નેતાઓ નિંદા પ્રસ્તાવ પાસ કરી રહ્યા હતા. આપણી સેના સીમાપાર આતંકવાદનો ખાત્મો કરતા કેટલાક લોકો એવુ કામ કરી રહ્યા હતા.

જેમના વખાણ પાકિસ્તાની ટીવી ચેનલમાં તાળીઓ વગાડવામાં આવતી હતી. આવા લોકો વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પુરાવા માગી રહ્યા છે. જે સેનાનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, ભારતને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. મોદીએ નીતીષ કુમારનાં વખાણ કરતા કહ્યું કે બિહારને એક નવી દિશા મળી છે

READ ALSO



Related posts

માનવ સંસાધન મંત્રીની જાહેરાત, આ તારીખ બાદ ખુલી જશે શાળા અને કોલેજો

Pravin Makwana

મોદી સરકારની કરડી નજરથી સમજી ગયું નેપાળ, સીમા વિવાદ ઉકેલવા વિડિયો કોન્ફરન્સ માટે તૈયાર

Harshad Patel

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનાં કપાટ ભક્તો ખુલશે, ગાઈડલાઈન અનુસાર નિયમોમાં કરવામાં આવ્યો છે ફેરફાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!