GSTV
India National Politics News ટોપ સ્ટોરી

ભાજપમાં ડખા / પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે નથી ચાલી રહ્યું બધું બરાબર, મારી પાસે મોદી સરકારને પાડી દેવાની તાકાત

મોદી

કોંગ્રેસમાં નેતૃત્વના કમઠાણ વચ્ચે હવે ભાજપના ટોચના નેતૃત્વમાં ગંભીર મતભેદો પ્રવર્તી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખુદ મોદી સરકારના જ સિનિયર કેબિનેટ પ્રધાને નાગપુર સ્થિત લોકમત ટાઇમ્સ સાથે કરેલી અનૌપચારિક વાતચીત દરમ્યાન આ દાવો કર્યો છે. લોકમત ટાઇમ્સ સાથેની વાતચીત દરમ્યાન આ કેબિનેટ પ્રધાને અનૌપચારિક રીતે જણાવ્યું કે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી.

મોદી

સિનિયર કેબિનેટ પ્રધાનના જણાવ્યા અનુસાર તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ યોજનાઓની ચર્ચા દરમ્યાન તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વાત અધવચ્ચેથી જ કાપી નાંખી હોવાનું આ કેબિનેટ પ્રધાને જણાવ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ મારી વાત કાપી નાંખતા હું ગુસ્સે થઇ ગયો અને મેં ધમકી આપી કે જો હિંમત હોય તો સરકાર મને કેબિનેટમાંથી બહાર કાઢી મુકે.

મોદી સરકાર

આ કેબિનેટ પ્રધાને દાવો કર્યો છે કે તેમને 252 જેટલા સાંસદોનું સમર્થન છે અને તેમની પાસે મોદી સરકારને પાડી દેવાની પણ ક્ષમતા છે. પરંતુ તે પક્ષની વિચારધારાને સમર્પિત હોવાથી આવું કોઇ પગલું ભરી રહ્યા નથી.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની નવી કેબિનેટની રચનામાં પીએમ મોદી અને અમિત શાહની છાપ સ્પષ્ટપણે જોઇ શકાય છે પરંતુ હવે મોદી સરકારના સિનિયર કેબિનેટ પ્રધાને યોગી કેબિનેટની રચનાને લઇને ચોંકાવનારો દાવો કર્યો છે.

નાગપુર સ્થિત લોકમત ટાઇમ્સ સાથેની અનૌપચારિક વાતચીત દરમ્યાન કેબિનેટ પ્રધાને દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદીએ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને કેબિનેટમાં પ્રધાન બનતા અટકાવ્યા હતા. કેબિનેટ પ્રધાનના જણાવ્યા મુજબ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પંકજ સિંહને કેબિનેટમાં સામેલ કરવા માંગતા હતા પરંતુ વડાપ્રધાન મોદીએ પંકજ સિંહના નામ પર મહોર ન મારી. આ અહેવાલો પરથી એવું ચર્ચાઇ રહ્યું છે કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ પીએમ મોદીની મરજી અને સમય પારખીને મૌન રહ્યા અને તેમણે પંકજ સિંહનો કેબિનેટમાં સમાવેશ ન કર્યો.

વડાપ્રધાન મોદી સાથે વૈચારિક મતભેદો ધરાવતા આ સિનિયર કેબિનેટ પ્રધાને આક્ષેપ કર્યો છે કે પીએમ મોદી ઇન્કમ ટેક્સ, ઈડી અને સીબીઆઇ જેવી તપાસ સંસ્થાઓનો વિરોધીઓ સામે ઉપયોગ કરી રહ્યા છે. કેબિનેટ પ્રધાને કહ્યું કે મેં પીએમ મોદીની આ નીતિનો વિરોધ કર્યો હતો ત્યારે પીએમ મોદીએ જવાબ આપ્યો કે હું આ પ્રકારની નીતિને કારણે જ મુખ્યપ્રધાનના પદ પરથી વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યો છું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી

Bansari Gohel

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel

Big News / ‘મુંબઇમાં ફરી થશે 26/11 જેવો હુમલો’, પાકિસ્તાનથી આવ્યો ધમકીભર્યો મેસેજ

Bansari Gohel
GSTV