GSTV
Home » News » પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ

પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ

હાલમાં ભલે દોડધામ ભરી જિંદગી રહી પણ લોકો કોઈ દિવસ પોતાનો મોબાઈલ લેવાનો ક્યારેય ભૂલતા નથી. જે પ્રકારે શ્વાસ લેવો અને ખાવાનું જરૂરી છે એ જ પ્રકારે સ્માર્ટફોન એ હેબિટ બનતો જાય છે. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરતો હોય. આ સમયે દરેક ભારતીયના મનમાં એ સવાલ થતો હશે કે વિશ્વના શક્તિશાળી નેતા પૈકી મોદી કયો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ નાનામાં નાની બાબતોથી અપડેટ રહેવા માટે કેવા ફોનનો ઉપયોગ કરતા હશે એ પણ ઘણા જાણવા આતુર હોય છે . આજે અમે તમને બતાવી રહ્યાં છે કે પીએમ મોદી અને અમિત શાહ સહિતના સરકારના મંત્રીઓ પર નજર રાખવા માટે કેવા પ્રકારના ટેક્નોલોજી ધરાવતા ફોનનો ઉપયોગ કરે છે.

મોદી એપલના ફોનનો ઉપયોગ કરે છે


પ્રધાનમંત્રી મોદી સહિત ટીમમાં મોટાભાગના મંત્રીઓ ટેક્નોસેવી છે. જેઓ સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા હોય છે. જેઓ એપલ અને એન્ડ્રોઈડ ફોનના હાલમાં સર્વશ્રેષ્ઠ વર્ઝનનો ઉપયોગ કરે છે. જેમના કરતાં પણ મોદી ટેક્નોલોજીના ઉપયોગમાં આગળ છે. મોદી એપલના ફોનનો ઉપયોગ કરે છે મોદીને ટેક્નોલોજીથી ભારે લગાવ છે.


મોદી 2018ની ચીન અને દુબઈની યાત્રા સમયે આઈફોન 6 સીરીઝનો ફોનનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા. ગૈજેટ મામલે મોદી સભાન હોવાથી મોદી સુરક્ષાના કારણોસર એપલના શ્રેષ્ઠ મોબાઈલનો ઉપયોગ કરે છે. મોદીના ટ્વીટર પર 4.82 કરોડ અને તમામ પ્લેટફોર્મ પર મોદીના 11 કરોડ ફોલોવર્સ છે. ટ્રમ્પ આ મામલે બીજા ક્રમે છે.

અમિત શાહ વર્તમાનમાં બ્રાન્ડ ન્યૂ એપલનો એક્સ એસનો ઉપયોગ કરે છે. અમિત શાહ ફેસબુક અને વ્હોટ્સએપ બંનેનો ઉપયોગ કરે છે. હાલમાં શાહના ટ્વીટર પર 1.4 કરોડ ફોલોવર્સ છે.

Related posts

સોશિયલ મીડિયા પર આ કારણે ટ્રોલ થઈ ટીવીની ક્વીન, યુઝર્સે કહ્યુ- આના કરતા સારું ન કરો

Ankita Trada

સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ છે પહેલી પસંદ, જાણો FDનાં ફાયદાઓ અને નુકસાન વિશે

Mansi Patel

મોટેરામાં તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા, ટ્રમ્પે ખુલ્લાદીલે કર્યો આ ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!