GSTV
Home » News » આ કંપનીના સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે વડાપ્રધાન મોદી અને અમિત શાહ

આ કંપનીના સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે વડાપ્રધાન મોદી અને અમિત શાહ

આજનાં સમયમાં કદાચ કોઇ શખ્સ એવો મળશે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતો હોય. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાનાં સૌથી શક્તિશાળી નેતા અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યો સ્માર્ટફોન ઉપયોગ કરે છે. દેશનાં ગૃહમંત્રી અમિત શાહ પળેપળ બનતી ઘટનાઓ સંદર્ભે માહિતી મેળવવા માટે ક્યો સ્માર્ટફોન પોતાની પાસે રાખે છે. આજે તમને જણાવી દઇએ કે પીએમ મોદી અને અમિત શાહ સહિત મોદી મંત્રીમંડળનાં પ્રધાનો કેવા પ્રકારનાં સ્માર્ટફોનથી કામ પર નજર રાખી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની સરકારનાં અનેક મહત્વપુર્ણ મંત્રીઓ પણ ટેક-સેવી છે. તેમજ સોશ્યલ મીડિયા પર સક્રિય રહેવા માટે એપ્પલ અને એન્ડ્રોઇડનાં વર્તમાનમાં સર્વશ્રેષ્ઠ સ્માર્ટફોન્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેનાં મુખ્યા ગૈઝેટ્સ પ્રેમી વડાપ્રધાન મોદી છે, જે એપ્પલની ડિવાઇસનો ઉપયોગ કરે છે. ત્યારપછી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્તમાનમાં બ્રાન્ડ ન્યૂ એપ્પલ એક્સએસનો ઉપયોગ કરે છે. આઇએએનએસનાં જણાવ્યા પ્રમાણે જ્યારે વાત વ્યાવસાયિક રીતે જોડવાની આવે છે, તો ગાંધીનગરનાં સાંસદ અમિત શાહ પોતાની ટીમથી જોડાયેલા રહેવા માટે ફેસબુક અને વ્હોટ્સએપ બન્નેનો પ્રયોગ કરી છે. હાલમાં અમિત શાહનાં ટ્વિટર પર 1.4 કરોડ ફોલોઅર્સ છે.

પીએમ મોદી 2018માં ચીન અને દુબઇની સત્તાવાર યાત્રા પર ગયા ત્યારે iPhone6 સીરીઝનાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતાં. ગૈઝેટ્સ પ્રત્યેનો પોતાનો પ્રેમ સ્વીકારતાં મોદી સુરક્ષા કારણોસર એપ્પલની સર્વશ્રેષ્ઠ ડિવાઇસનો ઉપયોગ કરે છે. ટ્વિટર પર પીએમ મોદીનાં માધ્યમથી 4.82 કરોડ ફોલોઅર્સ છે. તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 11 કરોડ ફોલોઅર્સ સાથે તે 9.6 કરોડ ફોલોઅર્સ ધરાવતા ટ્રમ્પથી પણ આગળ નિકળી ગયા છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન બે સ્માર્ટફોન- આઇફોન અને એન્ડ્રોઇડ આધારીતનો ઉપયોગ કરે છે. અપડેટ રહેવા માટે અને કાર્યાલય સંબંધિત તમામ કાર્યો પર નજર રાખવા માટે તેઓ વ્હોટ્સએપ,ફેસબુક અને ટ્વિટરનો ખુબ ઉપયોગ કરે છે. ધર્મેન્દ્ર પ્રધાનનાં ટ્વિટર પર 11 લાખ ફોલોઅર્સ છે. કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધઆન નીતિન જયરામ ગડકરી પણ ફેસબુક અને ટ્વિટર બન્ને પર સક્રિય છે.

સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે મહારાષ્ટ્રનાં નાગપુર લોકસભા બેઠકનાં સાંસદ નીતિન ગડકરી પોતાની ઓફિસનાં રોજબરોજનાં કામકાજ પર ધ્યાન રાખવા માટે ટ્વિટર અને ફેસબુક બન્ને પર ધ્યાન આપે છે. પોતાની ટીમ પર નજર રાખવા માટે તેઓ ટ્વિટર અને ફેસબુકનો સતત ઉપયોગ કરી રહ્યા છે. વર્તમાનમાં ટ્વિટર પર ગડકરીનાં 51.5 લાખ ફોલોઅર્સ છે.

કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પોતાનાં મંત્રાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિઓ વિશે બતાવવા માટે સરકારી અધિકારીઓ અને જનતા સાથે જોડાયેલા રહેવા માટે માત્ર ટ્વિટરનો ઉપયોગ કરે છે. ટ્વિટર પર તેમનાં 22.3 લાખ ફોલોઅર્સ છે. કેન્દ્રિય સ્ટીલ રાજ્ય મંત્રી ફગ્ગનસિંહ ફુલસ્તે પણ સોશ્યલ મીડિયાનો ભરપૂર પ્રયોગ કરી રહ્યા છે. તેમજ વ્હોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર ખુબ સક્રિય રહે છે. મહત્વનું છે કે, પીએમ મોદીનાં ડિઝીટલ ઇન્ડિયા અભિયાન બાદ ભારતમાં સ્માર્ટફોનનાં વપરાશમાં ભારે ઉછાળો આવ્યો છે.

READ ALSO


Related posts

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari

28 વર્ષ પહેલાં આઝાદ થયો આ દેશ, અહીં વ્યક્તિદીઠ આવક છે 6.39 લાખ અને બાળકોને 15 વર્ષ સુધી ફ્રી શિક્ષા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!