GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

લોકો અમારી મજાક ઉડાવતા, પરંતુ મગનું નામ મરી ન પાડે એ મોદી

મોદીજીએ ખાનપુર ખાતે લોકોનું અભિવાદન કરી ભાષણની શરૂઆત કરી હતી. તેમને શાંભળવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તેમજ મંચ પર રહેલા દરેક લોકોનું અભિવાદન કર્યું હતું. ગઈ કાલથી હું દુવિધામાં હતો કે કાર્યક્રમમાં હાજરી આપવી કે નહી એક તરફ કર્તવ્ય બીજી તરફ કરૂણા, સુરતની ઘટના દુઃખદ છે. સુરતની ઘટના પ્રત્યે જેટલી પણ સંવેદના વ્યક્ત કરીએ તે ઓછી છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ તેમના પરિવારને ભગવાન આ દુઃખનો સામનો કરવાની હિમ્મત આપે.

જે માટીએ મને મોટો કર્યો તે માટી હું માથે ચઢાવવા ન જાઉ તો મને ઓથુ લાગે. મા ના આશિર્વાદ લેવાનું દરેકને મન હોય છે. ગુજરાત સરકારે આ કાર્યક્રમ સાદગી પૂર્ણ રીતે કર્યો તે બદલ આભાર. હું સમગ્ર રાજ્યના લોકોના દર્શન કરવા માટે આવ્યો છું. તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અપાર પ્રેમ માટે આભારના શબ્દો ટૂંકા પડે છે. માથુ નમાવીને ગુર્જર ધરાને નમન કરુ છુ. વિદેશમાં પણ લોકો ચૂંટણીમાં સાથ આપ્યો હતો.

2014માં આપ સૌએ મને વિદાય આપી અને મને બરાબર યાદ છે કે ઘરનો દિકરો ગમે તેટલો મોટો થાય અને ગમે તેટલું ઉંચુ પદ મેળવે પણ વિદાયમાં આંખો નમ હતી. પણ સાથે લોકોને વિશ્વાસ હતો કે નમો જાય છે તો કંઈક કરશે. આ ચૂંટણી દેશની જનતા લડે છે. આઝાદી પછી આટલુ મતદાન થયું. બધા રેકોર્ડ ટૂટી ગયા. 173 વિધાનસભામાં બહુમતી મળી છે. 40-45 ડિગ્રીમાં લોકોએ મતદાન કર્યું તે બદલ આભાર. વિજયની પહેલી શરત એ હોય છે તે પચાવતા આવડવું જોઈએ. ગુજરાતનો વિકાસ દેશભરમાં પહોંચ્યો. 2019માં ચૂંટણી પંડિતો ખોટા પડ્યા.

હું અહીંયા આશિર્વાદ લેવા આવ્યો છું

1942-1947નાં 5 વર્ષ બહુ જ મહત્વના રહ્યા હતા. આગામી 5 વર્ષ દેશ માટે બહુજ મહત્વના છે. ભારતે છેલ્લા પાંચ વર્ષમાં અભૂતપુર્વ પ્રગતી કરી છે. આવતા પાંચ વર્ષમાં ભારત વિશ્વ ગુરુ બનશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ શપથ લેવા માટેનું આમંત્રણ આપ્યુ છે. ત્યારે આમંત્રણ મળ્યા બાદ હું અહીંયા આશિર્વાદ લેવા આવ્યો છું. જે ધરતીએ સરદાર જેવી મહાન વિભૂતી આપી છે તે ધરતીનું અનેરુ મહત્વ છે. સવા સો કરોડ ભારતીયોના સપનાનુ ભારત બને તેવા આશિર્વાદ લેવા આવ્યો છું. આ 5 વર્ષમાં દેશને અનેક સમસ્યાઓમાંથી મુક્ત કરાવવાનો સંકલ્પ છે.

મોદી ભાષણના અંતે મમતા બેનર્જી અગે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે અમિતભાઈએ કહ્યું છે કે તમારો અવાજ બંગાળ સુધી જવો જોઈએ. લોકોએ ભાષણના અંતે મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતી કરી હતી. મોદીએ કહ્યું જ્યારે પત્રકારો મને પુછતા કે કેટલી સીટો આવશે ત્યારે મગનું નામ મરી ન પાડે તે મોદી. જ્યારે ચૂંટણીના 6 રાઉન્ડ પુરા થયા ત્યારે મે લોકોને કહ્યું કે 300 ઉપર સીટો આવશે તો લોકો અમારી મજાક ઉડાવતા હતા. પરંતુ લોકોએ પૂર્ણ બહુમત આપીને આ તમામ રાજકીય પંડિતોને ચૂપ કરી દીધા હતા.

જનસભાને સંબોધન કરતા સમયે પદનામિત પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યાલય સાથે જોડાયેલી તેમની જૂની યાદોને વાગોળી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ માતૃભૂમિની માટી અને સંગઠનમાંથી મળેલા સંસ્કારોને પણ યાદ કર્યો હતા. તેમજ ગુજરાતમાં મળેલા જનાદેશની મહેક દેશભરમાં ફેલાઈ હોવાનુ તેમણે જણાવ્યુ હતું.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

વિમાન દુર્ઘટના : 15નાં મોત, 4 હજુ વિમાનમાં ફસાયા અને 170 લોકોને સારવાર માટે લઈ જવાયા

Mansi Patel

VIDEO : કોરોના વોરિયર્સને સંક્રમણથી બચાવવા સુરતની આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર બે રોબોટિક નર્સ આપશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!