GSTV
Home » News » ‘હું નરેન્દ્ર દામોદરદાસ મોદી…’ દેશમાં ફરી મોદી સરકાર

‘હું નરેન્દ્ર દામોદરદાસ મોદી…’ દેશમાં ફરી મોદી સરકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ શપથ લીધા હતા. બીજી ટર્મ માટે ચૂંટાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેવા માટે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત મહેમાનોએ પણ તેમને આવકાર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેમણે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે ઈશ્વરની સાક્ષીએ શપથ લીધા હતા અને બીજી વખત દેશના વડાપ્રધાન તરીકેનું પદ સંભાળ્યું હતું. શપથવિધિ પૂર્ણ થતા ઉપસ્થિત મહેમાનોએ પણ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા અને ભારત માતાની જયના નારા લાગ્યા હતા.

પીએમ મોદીએ શપથવિધી માટે ખાસ સફેદ રંગનો ઝભ્ભો અને ભૂખરા રંગની કોટી પહેરી હતી. શપથ ગ્રહણ કર્યા બાદ પીએમ મોદીએ વડાપ્રધાન પદ સ્વિકાર કર્યા અંગેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમ મોદી દ્વારા શપથ લીધાની સાથે જ ફરીવાર નરેન્દ્ર મોદી જિંદાબાદની નારેબાજી થઇ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બરોબર 7 વાગ્યેને ત્રણ મિનિટે તેમને વડાપ્રધાન પદ માટે  ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા. પીએમ મોદી શપથ લેવા માટે મંચ પર પહોંચ્યા હતા ત્યારે દર્શકોની હરોળમાંથી મોદી-મોદીના નારા લાગ્યા.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહે બીજી વખત શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમંને શપથ લેવડાવ્યા હતા.

  • ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ
  • ભાજપના સૌથી અનુભવી અને દિગ્ગજ નેતાઓ પૈકીના એક
  • પ્રથમ ટર્મમાં કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે પ્રશંસનીય કામગીરી
  • વર્ષ ૨૦૦૦-૦૨ દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન રહ્યા
  • ફક્ત ૧૩ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જાડાયા
  • ૨૦૧૯માં લખનૌ બેઠક પરથી ૩.૪૭ લાખ મતોની લીડથી જીત

અમિત શાહ

પહેલી વખત કેબિનેટ મંત્રીમાં તેમનું નામ છે. અમિત શાહનું નામ આવતાની સાથે જ હાજર રહેલા તમામ મહેમાનોએ પણ તેમને વધાવી લીધા હતા. ગુજરાત બાદ કેન્દ્રમાં ફરી એકવાર મોદી અને શાહની જુગલજોડી કામ કરશે.

  • ભાજપના ઇતિહાસના સૌથી સફળ અધ્યક્ષ
  • ભાજપને સતત બીજી વખત બહુમતિ અપાવવામાં મુખ્ય ભૂમિકા
  • ભાજપમાં નરેન્દ્ર મોદી પછી નંબર-૨નું સ્થાન ધરાવતા નેતા
  • ૧૦ કરોડથી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપને દુનિયાની નંબર વન પાર્ટી બનાવી
  • ગાંધીનગરથી રેકોર્ડ બહુમતિ જીત મેળવી પ્રથમ વખત લોકસભાના સાંસદ બન્યા
  • કુશળ રણનીતિકાર અને ભાજપના ચાણક્ય તરીકે જાણીતા
  • વર્ષ ૨૦૦૩-૧૦ દરમ્યાન ગુજરાતના ગૃહપ્રધાન તરીકે જવાબદારી સંભાળી

READ ALSO

Related posts

‘રાજીવ ગાંધીને પણ તોતિંગ બહુમતિ મળી હતી, પણ ડર નહોતો ફેલાવ્યો’: સોનિયા ગાંધીનાં આકરા પ્રહારો

Riyaz Parmar

વકીલોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચિદમ્બરમને પુછ્યું, તમારે કાંઇ કહેવું છે? આપ્યો આ જવાબ

Riyaz Parmar

INX મીડિયા કેસ: EDનાં તપાસ અધિકારી રાકેશ આહૂજાની બદલી, ટ્રાન્સફરનું કારણ અકબંધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!